- આગામી બે દિવસ દરમિયાન પૂર્વોત્તર ભારતમાં વરસાદની સંભાવના
- જમ્મુ-કાશ્મીરના 8 જિલ્લાઓમાં હિમસ્ખલનનું એલર્ટ આપવામાં આવ્યું
- ઓડિશામાં વધતા તાપમાન અને હીટ વેવને લઈને એલર્ટ જાહેર
હવામાન વિભાગે મોસમન મિજાજને લઈને આગાહી કરતાં કહ્યું છે કે આગામી બે દિવસ દરમિયાન પૂર્વોત્તર ભારતમાં વરસાદની સંભાવના છે. અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. IMD એ વીડિયો જાહેર કરીને જણાવ્યું છે કે શુક્રવારે 23 જાન્યુઆરીના રોજ નાગાલેન્ડ અને આસામમાં ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે ઓડિશા અને કિનારાના આંધ્ર પ્રદેશમાં કેટલાક સ્થળોએ આગામી ત્રણ ચાર દિવસ સુધી વરસાદ થવાની સંભાવના છે.
જમ્મુ-કાશ્મીરના 8 જિલ્લાઓમાં હિમસ્ખલનનું એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 24 કલાકમાં બાંદીપોરા, કુપવાડા, બારામૂલા, ડોડા, રામબન, પુંછ, કિશ્તવાડ અને ગાંદરબલમાં મધ્યમ જોખમ સાથે હિમસ્ખલન થઈ શકે છે.
IMDએ કહ્યું છે કે શનિવારે 24 ફેબ્રુઆરીના રોજ પશ્ચિમી વિક્ષોભ પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરી શકે છે. તેના કારણે અહી 24 અને 25 ફેબ્રુઆરીના રોજ સામાન્ય વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે સોમવારે 26 ફેબ્રુઆરીના રોજ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પંજાબમાં કેટલાંક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.
ઓડિશા સ્પેશિયલ રિલીફ કમિશને રાજ્યમાં વધતા તાપમાન અને હીટ વેવનો સામનો કરવા માટે એલર્ટ જાહેર કર્યું છે. જેમાં જિલ્લા કલેક્ટરને તૈયાર રહેવા અને સાવચેતીનાં પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.


