PM મોદી દક્ષિણ ગોવાના શ્રી સંસ્થાન ગોકર્ણ જીવત્તમ મઠમાં ભગવાન રામની વિશ્વની સૌથી ઊંચી 77 ફૂટની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યુ છે. આ સમારોહમાં ગોવાના રાજ્યપાલ અશોક ગજપતિ રાજુ, મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઈક અને રાજ્ય મંત્રીમંડળના સભ્યો હાજરી આપશે. આયોજકોના મતે, તાજેતરના વર્ષોમાં મઠમાં આયોજિત સૌથી મોટા કાર્યક્રમોમાંનો એક છે.
50મી વર્ષગાંઠ ઉજવણી “સારદ પંચશતમનોત્સવ”
પીએમ મોદી દક્ષિણ ગોવાના કાનાકોનામાં શ્રી સંસ્થાન ગોકર્ણ પાર્થગલી જીવોત્તમ મઠની મુલાકાત લીધી. 550મી વર્ષગાંઠ “સારદ પંચશતમનોત્સવ” ઉજવણી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી શ્રી સંસ્થાન ગોકર્ણ પાર્થગલી જીવોત્તમ મઠ ખાતે ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું ત્યારબાદ મઠ દ્વારા વિકસિત “રામાયણ થીમ પાર્ક ગાર્ડન”નું ઉદ્ઘાટન કર્યું.. પ્રધાનમંત્રી આ પ્રસંગે એક ખાસ ટપાલ ટિકિટ અને એક સ્મારક સિક્કો પણ બહાર પાડ્યો અને સભાને સંબોધિત કરશે.
ભગવાન રામની ધનુષ્ય અને તીર ધારણ કરેલી પ્રતિમા
ભગવાન રામની આ પ્રતિમા નોઈડાના પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવી હતી, જેમણે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ડિઝાઇન કરી હતી. આ પ્રતિમામાં ભગવાન રામ ધનુષ્ય અને તીર ધારણ કરેલા દર્શાવવામાં આવ્યા છે. આ પ્રતિમામાં ભગવાન રામનો દિવ્ય અને સૌમ્ય સ્વભાવ જોઈ અને અનુભવી શકાય છે.
પરંપરાના 550 વર્ષની ઉજવણી
આ અનાવરણ એ મઠની “550 વર્ષ જૂની પરંપરા” ની યાદમાં 27 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી યોજાનારા કાર્યક્રમોનો એક ભાગ છે. દક્ષિણ ગોવાના પોર્ટુગીઝ શહેર કાનાકોનામાં સ્થિત, આ મઠની સ્થાપના લગભગ 370 વર્ષ પહેલાં કરવામાં આવી હતી અને તે એક અગ્રણી આધ્યાત્મિક કેન્દ્ર છે. આયોજકોનો અંદાજ છે કે ઉત્સવ દરમિયાન દરરોજ 7,000 થી 10,000 ભક્તો મઠ પરિસરની મુલાકાત લેશે. આ પ્રસંગ માટે સમગ્ર સંકુલનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.
વધુ વાંચો- Ditwah Cyclone Alert: સાવધાન! આવી રહ્યું છે વધુ એક ચક્રવાત..આ 4 રાજ્યોમાં વરસાદની ચેતવણી


