By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજા બલિને તારનાર ભગવાન વામન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

રાજા બલિને તારનાર ભગવાન વામન

agragujaratnews
Last updated: 2023/10/04 at 2:39 PM
2 years ago
Share
રાજા બલિને તારનાર ભગવાન વામન
SHARE

ભાદ્રપદ માસની સુદ પક્ષની બારસ તિથિ એ વામન દ્વાદશી (વામન જયંતી) ઊજવવામાં આવે છે. `શ્રીમદ્ ભાગવત મહાપુરાણ’ અનુસાર જે સમયે વામન ભગવાને જન્મ ગ્રહણ કર્યો તે સમયે ચંદ્ર શ્રવણ નક્ષત્ર પર હતો. તે વખતે ભાદ્રપદ માસની સુદ પક્ષની શ્રવણ નક્ષત્રવાળી બારસ હતી. અભિજિત મુહૂર્તમાં ભગવાનનો જન્મ થયો હતો અને સઘળાં ગ્રહ, નક્ષત્ર તથા તારાઓ ભગવાનના મંગલમય જન્મને સૂચિત કરી રહ્યા હતા. તે વખતે વિજયા દ્વાદશીની તિથિ હતી અને સૂર્ય આકાશની મધ્ય ભાગમાં આવેલો હતો.

આ દિવસે કેટલાક લોકો વ્રત પણ કરે છે, જેનું વિધાન આ પ્રમાણે છે. વામન દ્વાદશીનું વ્રત કરનાર વ્રતીએ દ્વાદશીના દિવસે મધ્યાહન સમયે ભગવાન વામનનું ષોડ્શોપચારપૂર્વક પૂજન કરવું તથા વામન ભગવાનની કથાનું શ્રવણ કરવું. તે પછી એક માટીના પાત્રમાં દહીં, ચોખા અને ખાંડ મૂકીને તે બ્રાહ્મણોને દાન દેવું. આ દિવસે ફળાહાર કરીને બીજા એટલે કે તેરસના દિવસે પારણાં કરવાં.

વ્રતની કથા આ પ્રમાણે છે. સતયુગમાં પ્રહ્લાદના પૌત્ર દૈત્યરાજ બલિએ સ્વર્ગલોક પર અધિકાર જમાવી દીધો. સમસ્ત દેવતા ઈન્દ્રને આગળ કરીને શ્રીહરિ વિષ્ણુ પાસે ગયા અને પોતાની મુશ્કેલી જણાવી. આ સાંભળી ભગવાને કહ્યું, `હું સ્વયં દેવમાતા અદિતિના ગર્ભમાંથી જન્મ લઈ તમને સ્વર્ગનું રાજ્ય પાછું અપાવીશ.’ આ બાજુ રાજા બલિએ ભૃગુવંશી બ્રાહ્મણોને લઈને નર્મદા નદીના કિનારે અશ્વમેધ યજ્ઞ પ્રારંભ કર્યો.

બીજી તરફ ભગવાનના અવતારનો સમય જાણી સઘળાં ગ્રહો અને નક્ષત્રો પોતપોતાની શુભ સ્થિતિઓમાં આવી ગયાં. આકાશમાં શંખ, ઢોલ, મૃદંગ વાગવા લાગ્યાં અને આ રીતે ભગવાન શ્રીહરિનો ભાદ્રપદ માસની સુદ પક્ષની બારસે વામન અવતાર રૂપે જન્મ થયો.

બલિરાજા અશ્વમેધ યજ્ઞ કરાવી રહ્યા છે તે ભગવાને જાણ્યું ત્યારે તેઓ બાલ બ્રહ્મચારીના વેશમાં બલિની યજ્ઞશાળાએ પહોંચ્યા. તેમના તેજોમય સ્વરૂપને જોઈને બલિએ અર્ધ્ય, યાધ, આસન આપીને તેમનું ષોડ્શોપચાર પૂજન કર્યું. તે પછી તેમની વંદના કરી બલિ બોલ્યા, `હે બ્રાહ્મણકુમાર! આપ ગાય, સુવર્ણ, ભૂમિ, રથ, અશ્વ, ગજ વગેરે જે પણ કંઈ જોઈએ તે માગી લો.’ વામન ભગવાને કહ્યું, `આપ ભક્ત પ્રહ્લાદના વંશજ છો અને મોંમાગી વસ્તુઓ આપવામાં શ્રેષ્ઠ છો. માટે આપની પાસે ત્રણ ડગલાં પૃથ્વી માગું છું. આનાથી વધારે કશું જ માગીશ નહીં, કેમ કે આવશ્યક્તા કરતાં વધુ માગવું એ એક પાપ છે.’

ભગવાનની વાત સાંભળીને બલિ રાજાએ હસતાં હસતાં કહ્યું, `ઠીક છે બ્રાહ્મણકુમાર, જેટલી તમારી ઇચ્છા હોય તેટલું લઈ લો.’ તે વખતે દૈત્યગુરુ શુક્રાચાર્યે તેમને વરદાન આપતાં રોક્યા અને કહ્યું કે, `માગણી કરનાર સ્વયં ભગવાન શ્રીહરિ છે. તેઓ ત્રણ ડગલાંમાં સઘળું બ્રહ્માંડ માગી લેશે.’ ગુરુના આ વચન પર બલિએ કહ્યું, `જેમના માટે યજ્ઞ-યજ્ઞાદિ કરવામાં આવે છે તેવા ભગવાન વિષ્ણુ જો જાતે જ ઉપસ્થિત હોય અને દાનપ્રાપ્તિની ઇચ્છાએ વરદાન માગતા હોય તો હું અવશ્ય આપીશ.’ આ સાંભળી શુક્રાચાર્ય ક્રોધે ભરાયા અને બલિને શાપ આપ્યો કે, `મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરવાને કારણે તમે શ્રીહીન થઈ જશો.’ જ્યારે બલિદાન આપવા માટે ભગવાનના ચરણ પ્રક્ષાલન કરવા લાગ્યા ત્યારે દેવતા, ગંધર્વ વગેરે તેમની પ્રશંસા કરતાં દિવ્ય પુષ્પોની વર્ષા કરવા લાગ્યા. તે પળ ભગવાન વામને પોતાના એક ડગલાથી સઘળી પૃથ્વી અને બીજા ડગલાથી સઘળાં લોક માપી લીધાં તથા ત્રીજું ડગલું બલિના મસ્તક પર મૂકીને બલિને પાતાળલોકનો સ્વામી બનાવી દીધો. તેમના રક્ષણ માટે સુદર્શન ચક્રની નિમણૂક કરી દીધી. રાજા બલિએ સદા દર્શન આપવાનું વરદાન ભગવાન પાસેથી પ્રાપ્ત કરી લીધું. વામન ભગવાનના આ અદ્ભુત અવતારના ચરિત્રનું શ્રવણ કરનાર પરમ ગતિને પ્રાપ્ત કરે છે.

You Might Also Like

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત
આંતરરાષ્ટ્રીય

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

Editor By Editor 3 days ago
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
BCG ચૂંટણીમાં જે.જે. પટેલ અને એ.એ. અંસારી વિજેતા, હવે બગડાની ગણતરી પર સૌની નજર
 ગોંડલમાં પુરવઠા વિભાગનો સપાટો, સતત બીજા દિવસે ચેકિંગ શરૂ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?