અમેરિકાના લોસ એન્જેલિસમાં તી રહેલા વિરોધ પ્રદર્શનને કારણે સ્થિતિ બગડતી જાય છે. લોસ એન્જેલિસમાં હજી પણ તણાવનો માહોલ છે. જ્યાં અમુક એરિયામાં તો પોલીસ અને પ્રદર્શનકારીઓ આમને સામને આવી ગયા છે. જ્યારે ભીડમાં રહેલા કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો ત્યારે પોલીસે પણ બચાવમાં ફ્લેશ બેગ્સ અને રબરની ગોળીઓનો ઉપયોગ કરીને ભીડને વિખેરવાની કોશિશ કરી હતી.
આ પ્રદર્શન અમેરિકામાં ચાલી રહેલા Anti-ICE વિરોધની લહેર છે. આ વિરોધ હવે વધી રહ્યો છે અને તેની અસર દેશના ઘણા શહેરોમાં દેખાઈ રહી છે. ઘણા વિરોધીઓ ICEની નીતિઓ અને પ્રવાસીઓ સાથે થઈ રહેલા વ્યવ્હારની વિરુદ્ધ રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે. જો સ્થિતિ નિયંત્રણમાં ન આવી તો મુશ્કેલી વધી શકે છે.
ટ્રમ્પે 4100 થી વધુ ગાર્ડ ઉતાર્યા
ટ્રમ્પે 2000થી વધુ નેશનલ ગાર્ડ અને સૈનિકોને હાજર કરવાનો આદેશ આપ્યો છે. હવે શહેરોમાં સૈનિકોની કુલ સંખ્યા 4100થી વધુ થઈ ગઈ છે. આ પગલુ સંઘીય સંપત્તિઓ અને કર્મચારીઓની સુરક્ષા વધારવા માટે લેવામાં આવ્યું છે. આ પહેલા પેંટાગનમાં 700 મરીન ફોર્સ હાજર કરાઈ હતી.