- અજમાની બોરીઓ તણાઈ : 3 થી 4 હજાર બોરી, આશરે દોઢેક કરોડનું નુકસાન : ડિરેક્ટર
- માંડલ શહેરમાં પણ ગાજવીજ સાથે લગભગ દોઢેક કલાક જેટલો વરસાદ નોંધાવા પામ્યો હતો.
- વેપારીઓનો લગભગ 3 થી 4 હજાર બોરી,હજારો મણ અજમો બગડયો છે
સોમવારે બપોર બાદ સમગ્ર રાજ્યની સાથે અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ અનેક શહેર, ગ્રામ્યમાં ભારે પવન,ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. જોકે સાંજે 5.30 કલાક બાદ માંડલ શહેરમાં પણ ગાજવીજ સાથે લગભગ દોઢેક કલાક જેટલો વરસાદ નોંધાવા પામ્યો હતો અને માંડલ તાલુકા મથક ખાતે આવેલ એપીએમસી માર્કેટયાર્ડ ખાતે અજમાના જણસીની હરાજી કરાવવા આવેલ ખેડૂતો તેમજ સોદા થયેલ વેપારીઓના અજમાના વિપુલ માલને મોટું કહી શકાય એવું નુકસાન નોંધાયું હતું. માર્કેટયાર્ડના કેમ્પસની બાજુમાં વોકળો પસાર થાય છે અને અજમાની બોરીઓ આ કેમ્પસમાં ગોઠવેલી હતી, મોટાપ્રમાણમાં આ અજમાની બોરીઓ પાણીના વહેણ મારફ્તે ચાલુ વરસાદમાં તણાઈ ગઈ કેટલીક બોરીઓમાં અજમો પાણીમાં પલડયો ત્યારે ખેડૂતો અને વેપારીઓ તેમજ માર્કેટીંગ યાર્ડના ડીરેક્ટરોએ આ બાબતે તંત્રને રિપોર્ટ તૈયાર કરી સરકાર સુધી મોકલવા અને ખેડૂતોને પોતાનું વળતર મળી જાય તે માટે રજુઆત પણ કરશે. માર્કેટીંગયાર્ડમાં વરસાદને પગલે બોર્ડ ઓફ્ ડિરેક્ટરના સભ્ય હિમંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ કમોસમી વરસાદથી માંડલ સહિત આસપાસના વિસ્તારના ખેડૂતો, વેપારીઓનો લગભગ 3 થી 4 હજાર બોરી,હજારો મણ અજમો બગડયો છે અને લગભગ આ દોઢથી બે કરોડ રૂપિયાનું નુકસાન થયું છે તેવું જણાવ્યું હતું


