આ વખતે પણ IPL 2025માં ઘણા નવા રેકોર્ડ બન્યા અને જૂના રેકોર્ડ તૂટ્યા પણ ખરા. પરંતુ આ તમામની વચ્ચે લખનૌ સુપર જાયન્ટ્સએ એક એવો રેકોર્ડ બનાવી નાખ્યો જે ટીમ માટે ખુબજ ખરાબ રહ્યો. આ વખતે ઋષભ પંતની કેપ્ટનશીપમાં ટીમ ખુબજ અસ્થિર રહી. પંતની કેપ્ટનશીપમાં ટીમ પ્લેઓફમાં પણ ના પહોંચી શકી. છેલ્લી લીગ સ્ટેજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે 227 રનનો મોટો સ્કોર હોવા છતાં ટીમ મેચ હારી.
બોલિંગ કરવાનો નિર્ણય RCBને ફળ્યો
IPL 2025ની 70મી મેચમાં, RCBએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને આ નિર્ણય ટીમને ખુબજ ફળ્યો કેમકે પ્રથમ બેટિંગ કરતા લખનૌની ટીમે 227 રન બનાવ્યા પરંતુ તેના જવાબમાં, RCBએ શાનદાર બેટિંગ કરીને 18.4 ઓવરમાંજ 228 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો.
IPLમાં બન્યો શરમજનક રેકોર્ડ
શરમજનક રેકોર્ડ બનવાનું કારણ એ છે કે LSG એ IPLના ઇતિહાસમાં એવી પહેલી ટીમ બની ગઈ છે જેણે એક જ સિઝનમાં ત્રણ વખત 200 થી વધુ રન બનાવ્યા અને છતાં પણ ખરાબ પ્રદર્શન ના લીધે ઊંચો સ્કોર કર્યા પછી પણ મેચ હાર્યા. લખનૌની આ ટીમની બોલિંગ એટલી ખરાબ હતી કે ત્રણ મેચમાં પ્રથમ બેટિંગ કરતી વખતે 200 થી વધુ રન બનાવવા છતાં પણ ટીમ લક્ષ્યનો બચાવ કરી શકી નહીં.


