વર્ષ-2024નું છેલ્લું ચંદ્રગ્રહણ આજે એટલે કે, 18 સપ્ટેમ્બરે થવાનું છે. આ આંશિક ગ્રહણ હશે જે વિશ્વના ઘણા દેશોમાં જોવા મળશે. આવો જાણીએ ભારતમાં દેખાશે કે નહિ.
ચંદ્રગ્રહણ કયારે સર્જાય છે? ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રમાની વચ્ચે આવે છે. આનાથી પૃથ્વીની છાયા ચંદ્રમા પર પડે છે અને સૂર્યની રોસની ચંદ્રમા સુધી નથી પડતી.
ચંદ્રગ્રહણનો સમય
18 સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ સવારે 6:11 વાગ્યે શરૂ થશે અને સવારે 10:17 વાગ્યે સમાપ્ત થશે. આ ગ્રહણ કુલ 4 કલાક અને 6 મિનિટ સુધી ચાલશે. ગ્રહણના વિવિધ તબક્કા નીચે મુજબ છે.
ગ્રહણની શરૂઆત: 06:11 AM
આંશિક ગ્રહણ શરૂ થયું: 07:42 AM
ગ્રહણનો સૌથી ઊંડો સમય: 08:14 AM
આંશિક ગ્રહણનો અંત: 08:45 AM
ગ્રહણનો અંત: 10:17 a.m.
દેશમાં ચંદ્રગ્રહણ દેખાશે?
હિંદુ ધર્મમાં સુતક કાળ એક અશુભ મનાય છે, જે સૂર્ય અથવા ચંદ્ર ગ્રહણ પહેલા આવે છે. આ કાળ ગ્રહણથી આશરે નવ કલાક પહેલા શરૂ થાય છે. આ દરમિયાન ધાર્મિક અને શુભકાર્ય નહીં કરવામાં આવતું. જો કે, 18 સપ્ટેમ્બરે થતા ચંદ્રગ્રહણ દિવસમાં થશે. અને ભારતમાં નહિ જોવા મળે. આ કારણે વખતે સુતક કાળનું પાલન નહીં કરાય.
ચંદ્રગ્રહણ જોવાનો સૌથી સારો સમય
ચંદ્રગ્રહણ રાત્રે 8.41 મિનિટે EDT (0141 GMT, 18 સપ્ટેમ્બર શરૂ થશે. યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, રશિયા અને એશિયાના લોકો આને જોઈ શકશે. ચંદ્રગ્રહણને જોવા સૌથી સારો સમય રાત્રે 10.44 વાગ્યે EDT (0341 GMT, 18 સપ્ટેમ્બર છે. આંશિક ચંદ્રગ્રહણ રાત્રે 12.47 વાગ્યે EDT (0547 GMT, 18 સપ્ટેમ્બરે સમાપ્ત થશે.
ચંદ્રગ્રહણનું મહત્ત્વ
હિંદુ ધર્મમાં ચંદ્રગ્રહણનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ હોય છે. પરંતુ ગ્રહણ ખુલ્લી આંખે ન જોવું જોઈએ. તો આનું કોઈ ધાર્મિક મહત્ત્વ નહિ મનાય. 18 સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ ભારતમાં નહીં જોવા મળે. આ કારણથી ચંદ્રગ્રહણ સાથે સંકળાયેલ કોઈપણ ધાર્મિક અનુષ્ઠાન અથવા પૂજાનું આયોજન નહિ થાય.


