- સોનાની થાળી, વાટકી, ગ્લાસ સહિતનાં વાસણો છ કિલો સોનામાંથી બન્યાં છે
- વર્ષમાં બે વખત દિવાળી અને બેસતા વર્ષે સોનાની થાળીમાં પ્રસાદ ધરાવવાની પરંપરા
- માતાજીને રોજ ચાંદીના વાસણોમાં ભોજન પ્રસાદ ધરાવાય છે
માનાજીરાવ ગાયકવાડના શાસનથી બહુચરાજી મંદિરમાં માતાજીને દિવાળી અને નવા વર્ષના પ્રથમ દિવસે સોનાના વાસણોમાં રાજભોગ ધરાવવાની ચાલી આવતી પરંપરા અકબંધ જળવાઈ રહી છે. આ પરંપરા મુજબ દિવાળીના દિવસે સવારે 10:30 કલાકે માતાજીને ચાંદીના પાટલા પર સોનાના વાસણોમાં રાજભોગ ધરાવવામાં આવ્યો હતો. માતાજીને રોજ ચાંદીના વાસણોમાં ભોજન પ્રસાદ ધરાવાય છે. પરંતુ દિવાળી અને બેસતા વર્ષના દિવસે સોનાની થાળીમાં પ્રસાદ ધરાવવામાં આવે છે. આ દિવસે માતાજીને રાજભોગ ધરાવવામાં આવતી સોનાની થાળી, વાટકી, ગ્લાસ, ઝારી અને લોટા સહિતના વાસણો 6 કિલો સોનામાંથી બન્યા હોવાનું માતાજીના પૂજારીએ જણાવ્યું હતું.


