રાજકોટ એમ.એ.સી.પી બાર એસો.ની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થતા ચૂંટણી અધિકારી સંજય વ્યાસએ ચૂંટણીમાં સહકાર આપવા બદલ તમામ લોકોનો આભાર માન્યો હતો. ચૂંટણી અધિકારી સંજય વ્યાસએ પૂર્વ પ્રમુખ મનીષભાઈ અને તેમની ટીમ અનિરુદ્ધ સહિત મદદમાં રહેલા મનીષ દવે, ધર્મેશ ભટ્ટ, ભવિન વ્યાસ, જોશીભાઇ , આશિષ શાહ, કેતન ભટ્ટી, નીતિન અમૃતિયા પાટીલ, પ્રિયાનક ભટ્ટ, પરેશ જોબનપુત્રા, પ્રતિક વ્યાસ, સાગર રાઠોડ, અલયભાઈ, તુષારભાઈ વગેરેનો આભાર માન્યો હતો.આ ઉપરાંત તમામ ઉમેદવારોનો પણ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે વિજેતા ઉમેદવારો એમ.એ.સી.પી બાર એસો.ના હિત માં ખૂબ જ સારા કાર્યો કરે તેવી શુભેચ્છા પાઠવું છું.
એમ.એ.સી.પી બાર એસો.ની ચૂંટણીમાં પ્રમુખ તરીકે જોષી અજય ચૂંટાયા હતા. અને સેક્રેટરી તરીકે વાઢેર વિનુભાઇ અને જોઇન્ટ સેક્રેટરી તરીકે મહેતા સ્તવનની જીત થઇ હતી.ઉપરાંત કારોબારી સભ્ય તરીકે છગ ચિરાગ, કંડોલિયા મહેશ, કારીયા કરણ,મોદન નાસીર, નારીગરા જગદીશ, નાયક સંજય અને પરમાર હેમંત ચૂંટાયા હતા.