ચૂંટણી કમિશનર સંજય જે. વ્યાસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
આગામી દિવસોમાં રાજકોટ એમ.એ.સી.પી બાર એસોશિએશનનીચૂંટણી યોજાવા જઇ રહી છે.જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જો.સેક્રેટરી, ટ્રેઝરર અને સાત કારોબારી સભ્યો નક્કી કરવા ચૂંટણી યોજવામાં આવશે.
ચૂંટણી કમિશનર સંજય જે. વ્યાસે આપેલી માહિતી મુજબ, 13થી 14 ફેબ્રુઆરી 1 વાગ્યા સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. અને 15 ફેબ્રુઆરી બપોરે 2 વાગ્યા સુધી ફોર્મ વિથ ડ્રો કરી શકાશે અને 3 વાગ્યે ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવામાં આવશે. બાદમાં 19 ફેબ્રુઆરીએ ન્યુ કોર્ટે બિલ્ડીંગએ એમ.એ.સી.પી બાર એસોશીએશનની ચૂંટણી યોજાવામાં આવશે.