મધુભાઇ ચેવડાવાળા, ડાયમંગ સિંગ, શિવશકિત ડેરી, સહજાનંદ ફૂડ, મટુકી રેસ્ટોરન્ટમાં મનપાના દરોડા
૨૧ ધંધાર્થીઓને ત્યાં ફૂડ શાખાની ચકાસણી : ઊંધીયું, જલેબી, ફાફડાના નમૂના લેવાયા : ૯ ધંધાર્થી લાયસન્સ વગર ઝડપાતા નોટીસ ફટકારી : આનંદ બંગલા ચોકથી મવડી ચોકડી સુધીમાં કાર્યવાહી
અગ્ર ગુજરાત, રાજકોટ
ઉતરાયણનો તહેવાર પૂર્ણ થઇ ગયો હોવા છતાં પણ રાજકોટ મનપાની ફૂડ શાખા દ્વારા જલેબી, ફાફડા અને ઊંધીયાના વેપારીઓને તયાં દરોડા પાડવામાં આવ્યા હતાં. ફૂડ શાખાએ ચાર સ્થળેથી નમૂના લીધા હતા. જો કે ૨૧ ધંધાર્થીઓને ત્યાં દરોડામાં એક પણ સ્થળેથી ટીમને વાસી ખોરાક મળ્યો હતો નહી. ઉત્તરાયણની પૂર્વ સંધ્યાથી લઇ સતત ચાર દિવસ સુધી ફરસાણ, ડેરી, રેસ્ટોરન્ટમાં ઘોસ બોલાવવામાં આવી રહી છે. મનપાના દરોડાથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના આનંદ બંગલા ચોક થી મવડી ચોકડી સુધીના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 9 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 9 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી છે.
મનપાની ફૂડ શાખાએ ખોડિયાર કિરાણા ભંડાર, જલારામ ચીકી, શિવશક્તિ રેસ્ટોરેન્ટ, તુલસી એન્ટરપ્રાઇઝ, જય લાઈવ ચીકી, સીતારામ છોલે ભટુરે, મારુતિ ડેરી ફાર્મ, ક્રિષ્ના પાણીપુરી, ભેરુનાથ કોલ્ડ પાણીપુરીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા, રાજા ગૃહ ઉદ્યોગ, સિલ્વર બેકરી, ડાઇમંડ સીંગ, શિવશક્તિ ડેરી, ડિલિશ્યસ ફૂડ, વેણુ ટ્રેડિંગ, રાજુ ખમણ, મિલન સ્વીટ માર્ટ, બાલમુક્ન્દ કિરાણા ભંડાર, નંદકિશોર ડેરી ફાર્મ, સહજાનંદ ફૂડ ઝોનની ચકાસણી કરવામાં આવી હતી.
ફૂડ વિભાગે ઊંધિયું સબ્જી (પ્રિપેર્ડ લુઝ): પટેલ ચાઇનીઝ એન્ડ સાઉથ ઇન્ડિયન, રાહુલ પ્લાઝા, શોપ નં.01, શ્રી રામ પાર્ક, હરિધવા મેઇન રોડ, કોઠારીયા રોડ, ઊંધિયું સબ્જી (પ્રિપેર્ડ લુઝ): સ્થળ- મટુકી રેસ્ટોરેન્ટ, કાલાવડ રોડ, મોટા મૌવા, ફાફડા ગાંઠિયા (ફરસાણ- લુઝ): બજરંગ ફરસાણ, માલાણી કોમ્પ્લેક્ષ, કોટેચાનગર મેઇન રોડ, જલેબી (લુઝ): અમૃત સ્વીટસ નમકીન એન્ડ ડેરી ફાર્મ, રેલ્વેસ્ટેશન સામે, ભાટિયા બોર્ડિંગ બાજુમાં, જંકશન પ્લોટ ખાતેથી નમૂના લઇ તેના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં.


