- છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન 7 નવેમ્બરે થયું છે
- એમપીમાં 2 હજાર 533 અને છત્તીસગઢમાં 958 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે
- ચૂંટણી પંચ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે
મધ્યપ્રદેશની 230 અને છત્તીસગઢની 70 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન 7 નવેમ્બરે થયું છે. એમપીમાં 2 હજાર 533 અને છત્તીસગઢમાં 958 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. ચૂંટણી પંચ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. 64 હજાર 626 મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં બપોરે 3 વાગ્યા સુધી જ મતદાન થશે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત 5 રાજ્યોમાં ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે આવશે.
પહેલા મતદાન, પછી જળપાન – અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે લોકોને ઘરની બહાર આવીને મતદાન કરવાની અપીલ કરી હતી. શાહે કહ્યું કે, માત્ર એક મજબૂત રાષ્ટ્રવાદી સરકાર જ મધ્યપ્રદેશની પ્રગતિ, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાની ભૂમિ અને તેના લોકોના હિતોનું રક્ષણ કરી શકે છે. હું મધ્યપ્રદેશની તમામ બહેનો અને ભાઈઓને અને ખાસ કરીને યુવા મિત્રોને અપીલ કરું છું કે રાજ્યમાં વિકાસ અને સુશાસનની યાત્રા ચાલુ રહે, આ માટે તમારે મતદાન કરવું જોઈએ અને અન્ય લોકોને પણ મતદાન કરવા માટે પ્રેરણા આપવી જોઈએ. પહેલા મત આપો, પછી જળપાન કરો!
ઝાબુઆમાં હોબાળો
ગુરુવારે રાત્રે એમપીના ઝાબુઆમાં ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર વિક્રાંત ભુરિયાની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.