મધ્યપ્રદેશના રીવા જિલ્લાના ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. જેમાં 3 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે અને એક બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે. જો કે હાલમાં બાળકીને ગંભીર સ્થિતિમાં રીવાની સંજય ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. આ અકસ્માતની ઘટના બાદ મૃતકોના પરિવારજનો પર દુ:ખનો પહાડ તુટી પડ્યો છે. પોલીસને આ અકસ્માત અંગે જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર ઘટના મામલે તપાસ શરૂ કરી છે.
દુર્ઘટના બાદ સ્થળ પર લોકોની ભીડ એકઠી થઈ
રીવાના પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાં રવિવારે બપોરે એક મોટો અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 9 વર્ષની બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે. એક બાઈક રોડ પર જઈ રહેલા ટ્રેઈલર સાથે અથડાતા મોટો અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે. દુર્ઘટના બાદ સ્થળ પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ, તેમને તરત જ ઘટનાની જાણકારી પોલીસને આપી.
મૃતકોના ગામમાં સન્નાટો છવાયો
સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ત્યારે 3 મૃતદેહને પોલીસે કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. મૃતકોની ઓળખ સૂરજ ગિરી અને રાવેન્દ્ર સાકેત તરીકે થઈ છે. સાથે જ ત્રીજા મૃતકની ઓળખ હજુ સુધી થઈ નથી. આ તમામ લોકો લોરી નંબર 2 ગામના રહેવાસી છે. ઘટનાની જાણકારી મૃતકોના પરિવારજનોને આપવામાં આવી છે અને તેમની હાજરીમાં જ હોસ્પિટલમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. દુર્ઘટના બાદથી જ મૃતકના ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. હાલમાં દુર્ઘટનાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.