- મધ્યપ્રદેશમાં મંત્રી મંડળનો થઇ રહ્યો છે વિસ્તાર
- નવી સરકાર બન્યાના 12 દિવસ બાદ કેબિનેટ વિસ્તરણ
- 230માંથી 163 સીટ પર ભાજપે મેળવી હતી જીત
મધ્યપ્રદેશમાં ડૉ.મોહન યાદવના નેતૃત્વમાં ભાજપની નવી સરકાર રચાયાના 12 દિવસ બાદ આજે કેબિનેટનું વિસ્તરણ થઇ રહ્યું છે. . વિસ્તરણને લઈને છેલ્લા ઘણા દિવસોથી ઘણું મંથન અને અટકળો ચાલી રહી હતી.
કોણે લીધા શપથ ?
ભાજપના કુલ 28 નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા. પ્રધ્યુમન સિંહ તોમર, પ્રહલાદ સિંહ પટેલ, કૈલાશ વિજયવર્ગીય અને વિશ્વાસ સારંગ સહિત 18 નેતાઓએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. 6 નેતાઓએ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપથ લીધા અને 4 નેતાઓએ રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા.
18 કેબિનેટ મંત્રી
- પ્રદ્યુમ્ન સિંહ તોમર
- તુલસી સિલાવત
- એડેલ સિંહ કસાણા
- નારાયણ સિંહ કુશવાહા
- વિજય શાહ
- રાકેશ સિંહ
- પ્રહલાદસિંહ પટેલ
- કૈલાશ વિજયવર્ગીય
- કરણ સિંહ વર્મા
- સંપતિયા ઉઇકે
- ઉદય પ્રતાપ સિંહ
- નિર્મલા ભુરીયા
- વિશ્વાસ સારંગ
- ગોવિંદસિંહ રાજપૂત
- ઈન્દરસિંહ પરમાર
- નાગરસિંહ ચૌહાણ
- ચૈતન્ય કશ્યપ
- રાકેશ શુક્લ
રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)
- કૃષ્ણ ગૌર
- ધર્મેન્દ્ર લોધી
- દિલીપ જયસ્વાલ
- ગૌતમ ટેટવાલ
- લેખન પટેલ
- નારાયણ પવાર
રાજ્ય મંત્રી
- રાધા સિંહ
- પ્રતિમા બાગરી
- દિલીપ અહિરવાર
- નરેન્દ્ર શિવાજી પટેલપ્રહલાદ સિંહ અને કૈલાશ વિજયવર્ગીયને કેબિનેટમાં સ્થાન
મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારમાં કુલ 28 મંત્રીઓ હશે. જેમાંથી 18 કેબિનેટ મંત્રી હશે. કૈલાશ વિજયવર્ગીય, પ્રદ્યુમન સિંહ તોમર, પ્રહલાદ સિંહ પટેલ અને વિશ્વાસ સારંગને કેબિનેટમાં સ્થાન મળ્યું છે
મંત્રી મંડળે લીધા શપથ
મધ્યપ્રદેશ કેબિનેટમાં અત્યાર સુધી કૈલાશ વિજયવર્ગીય, પ્રહલાદ સિંહ પટેલ, રાકેશ સિંહ, કરણ સિંહ વર્મા, ઉદય પ્રતાપ સિંહ, કુંવર વિજય શાહ, તુલસીરામ સિલાવત, આંધલ સિંહ કંસાના, નિર્મલા ભુરિયા, ગોવિંદ સિંહ રાજપૂત, વિશ્વાસ સારંગ, નારાયણ સિંહ કુશવાહ. , નાગર સિંહ ચૌહાણ, ચેતન્ય કશ્યપ, ઈન્દર સિંહ પરમાર, ધર્મેન્દ્ર લોધી અને પ્રદ્યુમન સિંહ તોમરે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા છે.
.


