મધ્યપ્રદેશ ચૂંટણી પંચે SIR બાદ મતદાર યાદીનું ડ્રાફ્ટ લિસ્ટ જાહેર કરી દીધું છે. આ વખતના લિસ્ટમાં મોટો ફેરબદલ જોવા મળ્યો છે. રાજ્યભરમાં કુલ 42,74,160 મતદાતાઓના નામ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યા છે. માત્ર રાજધાની ભોપાલમાં જ 4.38 લાખથી વધુ નામ હટાવવામાં આવ્યા છે.
5,31,31,983 મતદાતાઓએ પોતાના ફોર્મ સબમિટ કર્યા
મુખ્ય ચૂંટણી અધિકારીએ પત્રકાર પરિષદના માધ્યમથી જણાવ્યું કે આ કવાયત મતદાતા લિસ્ટને પુરી રીતે ભૂલ વગરનું અને પારદર્શી બનાવવા માટે કરવામાં આવી છે. SIR પ્રક્રિયા હેઠળ કૂલ 5,74,06,140 મતદાતાઓમાંથી 5,31,31,983 મતદાતાઓએ પોતાના ફોર્મ સબમિટ કર્યા હતા. CEOએ જણાવ્યું કે 31.51 લાખ મતદાતા (5.49 ટકા) એવા મળ્યા જે પોતાનું સરનામું બદલી ચૂક્યા છે અને લાંબા સમયથી ગેરહાજર છે. જ્યારે 8.46 લાખ (1.47 ટકા) મતદાતાઓનું નામ મૃત્યુના કારણે હટાવવામાં આવ્યું છે.
ભોપાલમાં SIR પહેલા 21,25,908 મતદાતાઓ હતા
ત્યારે 2.77 લાખ (0.48 ટકા) મતદાતા મતદારો એક કરતાં વધુ જગ્યાએ નોંધાયેલા જોવા મળ્યા છે. ભોપાલ કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમ સિંહ તરફથી જાહેર કરાયેલા આંકડાઓ મુજબ ભોપાલમાં SIR પહેલા 21,25,908 મતદાતાઓ હતા, જે હવે ઘટીને 16,87,033 રહી ગયા છે. ઉલ્લેખનીય છે કે જો તમારૂ નામ લિસ્ટમાંથી હટી ગયું છે અથવા તો નવા મતદાતા તરીકે નામ જોડવા ઈચ્છો છો તો સમય મર્યાદા નોંધી લો. નામ નોંધાવવા માટેની અંતિમ તારીખ 22 જાન્યુઆરી 2026 સુધીની છે. ત્યારબાદ તપાસની પ્રક્રિયા ચાલશે અને 21 ફેબ્રુઆરી 2026એ અંતિમ મતદાતા લિસ્ટ જાહેર કરવામાં આવશે.
ગુજરાતમાં SIRની પ્રક્રિયા થઈ પૂર્ણ
ગુજરાતમાં SIR પ્રક્રિયા પૂરી થયા બાદ ચૂંટણી કમિશન દ્વારા ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી છે. આ ડ્રાફ્ટ યાદીની અંદર 18 લાખ 7 હજાર 278 એવા મતદારો છે કે તેમના મૃત્યુ થયા છે, 9 લાખ 69 હજાર 662 મતદારો એવા છે કે મળી જ શક્યા નથી અથવા તો ગેરહાજર છે. જ્યારે કાયમી સ્થળાંતરિત થઈ ગયા હોય એવા મતદારોની સંખ્યા 40 લાખ 25 હજાર 553 છે. આ સિવાય અન્ય મતદારો મળી કુલ 73 લાખ 73 હજાર 327 એવા મતદારો છે કે જેમના નામ કમી કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં 1 લાખ 19 હજાર મતદારો એવા છે કે જે મળી જ શક્યા નથી ત્યારે આ અંગે શહેરના કોર્પોરેટર અને કેટલાક સ્થાનિક સાથે વાત કરી.
કોર્પોરેટર કહે છે કે લગ્નગાળો હોવાથી લોકો ઘરે મળી શક્યા નહિ હોય. તો બીજી તરફ ભાજપના ખોખરા વોર્ડના કોર્પોરેટર કહે છે કે ગેરકાયદે વસવાટ કરતા હોય એવા લોકોએ ડરીને ફોર્મ જ ભર્યા નથી. સ્થાનિક લોકો સાથે વાત કરી તો કોઈ કહે છે કે સરળ પ્રક્રિયા હતી જેના આધારે નામ નો ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ થયો છે. તો અન્ય એક મતદાર કે જેનું નામ ડ્રાફ્ટ યાદીમાં આવ્યું નથી તેનું કહેવું છે કે, ભાજપના વોટર હોવાના કારણે તેનું નામ કમી કરી દેવામાં આવ્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે, કોંગ્રેસ પક્ષે અનેક રજૂઆત કરી છે. ચૂંટણીના દિવસે બહાર ની યાદી અને અંદરની યાદી અલગ અલગ હોય છે. આ કિસ્સાને કારણે વોટના ખોટો ઉપયોગ થાય છે.
આ પણ વાંચો: Indiaનું બજેટ પણ મસ્કની નેટવર્થ સામે લાગે છે નાનું, વટાવ્યો 750 અબજ ડોલરનો આંકડો


