ડી ગુકેશે નોર્વે ચેસ ટુર્નામેન્ટ 2025ના છઠ્ઠા રાઉન્ડમાં સૌ પ્રથમ વાર ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન મેગ્નસ કાર્લસન સામે શાનદાર જીત મેળવી. આ રમતમાં ગુકેશ સામે હાર બાદ મેગ્નસ કાર્લસન ખૂબ ક્રોધિત થઈ ગયો હતો.
મેગ્નસ કાર્લસનનો પિત્તો ગયો
ચેસની રમતમાં ભારતનો યુવા ખેલાડી જે હાલ મોટા મોટા ખેલાડીઓને પોતાની રમતનો પરચો દેખાડી રહ્યો છે, એવા ડી. ગુકેશે તાજેતરમાં એક શાનદાર પરાક્રમ કરીને વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. વિશ્વ ચેમ્પિયન ડી. ગુકેશે નોર્વે ચેસ 2025 ના છઠ્ઠા રાઉન્ડમાં મેગ્નસ કાર્લસન સામે શાનદાર જીત મેળવી. તેણે ક્લાસિકલ ટાઇમ કંટ્રોલમાં પ્રથમ વાર ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવ્યો. આ મેચ નોર્વેના સ્ટેવાંગરમાં યોજાઈ હતી, આ મેચ ગુકેશ માટે ખાસ એટલા માટે હતી કેમકે તેને મેગ્નસ કાર્લસનને તેનાજ ઘર આંગણે હાર આપી હતી. હાર બાદ, કાર્લસન પોતાની ભાવના છુપાવી શક્યો નહતો અને ટેબલ પર મુક્કો મારીને ટેબલ પરથી ઊભો થઈ ગયો હતો.
ડી ગુકેશની શાનદાર વાપસી
ગુકેશે આ ટુર્નામેન્ટમાં ચોક્કસથી વાપસી કરી પરંતુ તે પહેલા તેને કાર્લસન સામે પહેલા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કાર્લસને આ જીત મેળવ્યા પછી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેણે કહ્યું હતું કે, ‘જ્યારે તમે રાજા સામે રમો છો, ત્યારે તમારે ભૂલ ન કરવી જોઈએ.’ આ ગુકેશ સામે મેળવેલ જીતનો એક સંદેશ હતો, પરંતુ ગુકેશે છઠ્ઠા રાઉન્ડમાં જોરદાર વળતો જવાબ આપ્યો. સફેદ મોહરાઓ સાથે રમતા, 19 વર્ષીય ગુકેશે આ મેચ દરમિયાન પોતાના પર ખુબજ શિસ્ત દેખાડી. aઆ મેચ દરમિયાન કાર્લસેને મોટાભાગની રમતમાં ગુકેશ સામે લીડ બનાવી રાખી હતી, પરંતુ તે ટુર્નામેન્ટના ઇન્ક્રીમેન્ટ સમયમાં દબાણમાં આવી ગયો હતો. ગુકેશે આ તકનો જડપથી લાભ લીધો અને કાર્લસનની એક માત્ર ભૂલનો લાભ લઈને રમત માંથી બહાર કરી દીધો.
કાર્લસન પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી શક્યો નહીં
હાર જીત એક રમતનું પાસું છે એ થયા વગર રમતનું પરિણામ શક્ય ચેજ નહીં. પરંતુ આ હારથી કાર્લસન ખુબજ અકળાઈ ગયો હોય એવું લાગતું હતું. તેણે આ રમત પછી કઈક એવું વર્તન કર્યું જે જોઈને ત્યાં હાજર તમામ લોકો પણ ચોંકી ગયા. હાર બાદ તેને ટેબલ પર જોરથી મુક્કો માર્યો અને ઝડપથી ઊભો થઈને ત્યાંથી નીકળી ગયો. પ્રખ્યાત ચેસ ગ્રાન્ડમાસ્ટર સુસાન પોલ્ગરે કાર્લસનની આ હારને તેની કારકિર્દીની સૌથી મોટી હારમાંની એક ગણાવી. આટલા વર્ષોમાં આ બીજી વખત એવું થયું છે જ્યારે કોઈ ભારતીય યુવા ખેલાડીએ નોર્વે ચેસમાં ક્લાસિકલ ફોર્મેટમાં કાર્લસનને હરાવ્યો છે.


