મહારાષ્ટ્રમાં 286 નગર પરિષદ અને નગર પંચાયતોની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. જણાવી દઈએ કે ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી, પ્રથમ તબક્કામાં 263 સંસ્થાઓમાં 2 ડિસેમ્બરે મતદાન થયું હતું અને બાકી 23 નગર પરિષદો અને ઘણા ખાલી પદો માટે શનિવારે મતદાન થયું હતું. આ ચૂંટણીમાં ભાજપ અને વિપક્ષી મહા વિકાસ અઘાડીની વચ્ચે સીધી ટક્કર જોવા મળી. સાથે જ ગઠબંધનની અંદર ફ્રેન્ડલી ફાઈટ પણ થઈ છે.
તમને જણાવી દઈએ કે મત ગણતરી શરૂ થયા પહેલા જ 3 ભાજપના મંત્રીઓને બિનહરીફ જીત મેળવી, બે નગર પરિષદો અને એક ગ્રામ પંચાયતમાં પાર્ટીએ વિજય મેળવ્યો. આ ચૂંટણી એટલે મહત્વની માનવામાં આવે છે, કારણ કે બારામતી અને અંબરનાથ જેવા પ્રમુખ નગર નિગમના પરિણામ આગામી ચૂંટણી માટે મહત્વના સંકેત આપી શકે છે.
મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જીત મેળવેલા ઉમેદવારોને આપી શુભેચ્છાઓ
ત્યારે ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ રાજ્યના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચૂંટણીમાં જીત મેળવેલા તમામ ઉમેદવારોને શુભેચ્છાઓ આપી છે અને ભાજપને મળેલી જીતથી મુખ્યપ્રધાન ખુશ છે. તેમને પોસ્ટ કરતા લખ્યું કે ભાજપ ફરી નંબર વન.
શિંદે જૂથની શિવસેનાનો દબદબો રહ્યો
તમને જણાવી દઈએ કે બીડગાંવ નગર પંચાયત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વીરૂ જામગડેએ મેયર પદ પર જીત મેળવી છે. રિપોર્ટ મુજબ ભાજપે કૂલ 17માંથી 15 સીટ પર જીત નોંધાવી છે. ત્યારે સિંધુદુર્ગની માલવણ નગર પરિષદ ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. કૂલ 20 સીટ અને મેયર પદ માટે યોજાયેલી ચૂંટણીમાં શિંદે જૂથની શિવસેનાનો દબદબો રહ્યો છે. શિવસેનાની મમતા વરાડકરે મેયર પદ પર જીત મેળવી છે અને શિંદે જૂથે 10 સીટ પર જીત મેળવી છે. ભાજપને 5 સીટ મળી છે, શિવસેનાને 4 સીટ મળી છે અને એક સીટ પર અપક્ષ ઉમેદવારે બાજી મારી છે. આ પરિણામથી સ્પષ્ટ છએ કે નિલેશ રાણેએ માલવણમાં પોતાની પકડ જાળવી રાખી છે, જ્યારે આ ચૂંટણીમાં નિતેશ રાણેને ઝટકો લાગ્યો છે.
અકોલાના બાલાપુરમાં કોંગ્રેસની અફરીન પરવીનની મોટી જીત
બીજી તરફ અકોલા જિલ્લાના બાલાપુરમાં કોંગ્રેસને મોટી સફળતા મળી છે. કોંગ્રેસની ઉમેદવાર અફરીન પરવીન મોહમ્મદ જમીરે મેયર પદ માટે ચૂંટણી જીતી લીધી છે. આ હારની સાથે અઘાડીને મોટો ઝટકો લાગ્યો છે. ખાસ વાત એ છે કે છેલ્લા લગભગ 60 વર્ષથી બાલાપુરમાં નાતિકુદ્દીન ખતીબનો દબદબો રહ્યો હતો પણ આ વખતે મોટો ફેરફાર જોવા મળ્યો છે.


