By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના

Editor
Last updated: 2026/01/28 at 4:39 PM
2 months ago
Share
મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
SHARE

મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના

 

– ભારતી એચ. દવે

 

સાદી ભાષા સાદી કડી, સાદી વાત વિવેક

સાદામાં શિક્ષા કથે, એ જ કવિજન એક.

 

જગતના ઇતિહાસમાં પોતાની સળંગ અને સ્વયંસંપૂર્ણ ફિલસૂફી આપનારા મહાપુરૂષો જૂજ થયા છે, તેમાંય એવી ફિલસૂફીને તર્ક અને ગગનવિહાર પરથી વ્યાવહારિકતાની સપાટી પર લાવીને કસોટીમાં પાર ઉતારનાર મહાપુરૂષો તો ખૂબ ઓછા થયા છે. આવી જૂજ વિભૂતિઓની હરોળમાં બેસી શકે અને તેમાં પોતાના વ્યકિતત્વના તેજથી બહાર તરી આવે એવી એક અનોખી વિભૂતિ તે ગાંધીજી.

પોતાના જીવનમાંથી ઉગેલી, વિકાસ પામેલી અને આચારથી પ્રસિધ્ધ થયેલી સાદી, સરળ, સંપૂર્ણ ફિલસૂફી ગાંધીજીએ જગતને આપી. સમાજશાસ્ત્ર, કેળવણી, રાજકારણ, ધર્મ, નીતિશાસ્ત્ર – જીવનના દરેક ક્ષ્ોત્રના અટપટા કોયડાઓનું નિરાકરણ કરવાના ઉપાયો તેમની પાસે હતા, એ બધાની કૂંચી હતી. સત્ય અને અહિંસા. આ સાદી કૂંચીના ઉપયોગથી તેમણે અંધકારનાં દ્વાર ખોલીને પ્રકાશ રેલાવ્યો. આ જ કૂંચી (માસ્ટર કી)નો ઉપયોગ કરીને તેમણે સાહિત્યના ક્ષ્ોત્રમાં પણ અજવાળું પાથર્યું. તેના પરિણામ સ્વરૂપે જ ઈ.સ. ૧૯ર૦ થી ૧૯૪૦ સુધીનો સમય ગુજરાતી સાહિત્યમાં ગાંધીયુગ તરીકે ઓળખાયો.

તેમના સાહિત્ય વિષ્ોના ખ્યાલો આગવા હતા. તેઓ ‘જીવન ખાતર કલા’માં માનીને જીવનની દ્રષ્ટિથી જ સાહિત્યને રજૂ કરવાનો અને માપવાનો પ્રયાસ કરે છે. સાહિત્ય અને કળાને જીવનની દાસી ગણીને તેમાં કલ્પનાને બદલે સત્ય અને સરળતાને સ્થાન આપે છે.

પોાના આ વિશિષ્ટ દ્રષ્ટિકોણથી તેમણે અનેક લેખકો અને કવિઓને પ્રેરણા આપી. તેમનો મત એ હતો કે ઉત્તમ સાહિત્ય સત્યનિષ્ઠા અને સહૃદયતામાંથી જન્મે છે. પોતાના સીધી–સાદી–સરળ શૈલીમાં લખાયેલા ઉમદા સાહિત્યથી તેઓ સમગ્ર હિન્દુસ્તાનમાં ખ્યાતનામ બન્યા.

જીવનમાંથી પ્રગટેલ સાહિત્ય

ગાંધીજીએ જે કંઈ સાહિત્યનું સર્જન કર્યું તે માત્ર સાહિત્યસર્જન માટે લખાયું ન હતું પણ તે દ્વારા તેમને તો સત્ય અહિંસાના અન્વયે પોતાના દેશના દરિદ્રનારાયણોની સેવા કરવી હતી. પોતાના જીવનમાંથી પ્રાપ્ત થયેલ અનુભવાનંદને વ્યકત કરવા, લોકોમાં વહેંચવા માટે તેમણે સાદી–સરળ ભાષામાં લખાણો લખ્યા અને એટલે જ તેમનાં લખાણોમાં નિબંધનો પ્રકાર સવિશેષ ખેડાયો.

કુશળ તર્કશાસ્ત્રીની છટાથી રચાયેલ અને પોતાની અપૂર્વ પ્રતિભાને વ્યકત કરતાં તેમનાં લખાણોની પ્રશંસા કરતાં શ્રી રમણલાલ દેસાઈ જણાવે છે કે, ”ગાંધીજી હિંદના યુગ પ્રવર્તક છે, એટલું જ નહીં ગુજરાતી સાહિત્યના પ્રેરક છે.”

સાહિત્યમાં વિલાસ ગાંધીજીને ખપતો ન હતો. તેમણે તો પોતાનું લખાણ ગામડે ગામડે પહોંચીને લોકભાગ્ય બને તે વધારે અગય્તનું માન્યુ હતું. ઈશ્વર, ધર્મ, સમાજ–સુધારણા, રાજકારણથી માંડીને સફાઈ, વૈદક, ઘરગથ્થુ ઉપયોગી વિષયો ઉપર તેમની કલમ ચાલી અને તેમના સાહિત્યનો વાચક કોસ ચલાવનાર કોસિયાથી માંડીને વિદ્વાનવર્ગ હતો.

‘શીલ તેવી શેલી’ સૂત્ર ગાંધીજીને બરાબર લાગુ પડે છે. સીધી, સાદી સરળ છતાં વેધક શૈલીવાળા તેમના સાહિત્ય વિષ્ો શ્રી રા. વિ. પાઠક યોગ્ય જ કહે છે કે, ”જીવનના મહાન સિધ્ધાંતો પર સ્થિત થઈને તે બોલે છે ત્યારે તે ચિરંતન જીવનને સ્પર્શે છે.” તેમનાં ટૂંકાં, ક્રમબધ્ધ, સરળ અને સરેખ વાકયો ખગીીભત કજફત ની જેમ વાચકના હૃદય સોંસરવાં ઉતરી જાય છે. તેમની આત્મકથા વાંચતાં આપણને પાને પાને તેમની નિખાલસતા, નમ્રતા, સત્યનિષ્ઠા, સિધ્ધાંતપ્રેમ અને આધ્યાત્મિકતાની પ્રતીતિ થાય છે.

ગુજરાતી સાહિત્ય પર ગાંધીજીની અસર

ગાંધીજીના વિશાળ સાહિત્ય સર્જનની અસર ગુજરાતી સાહિત્ય પર ખૂબ ઘેરી પડેલી જણાય છે. તે અસરને કારણે જ ગાંધીયુગના સાહિત્યમાં સરળતા, સ્વાભાવિકતા જોવા મળે છે. તેમના સાહિત્યના પ્રતિબિંબરૂપે ગાંધીયુગના લખાણમાં સંયમ પોષાયો, ઉર્મિલતા પર અંકુશ મૂકાયો, અનુભવમૂલક સાહિત્યનું સર્જન થવા માંડયું અને દુ:ખોનાં શબ્દચિત્રો કરતાં તેમના દુ:ખ દૂર કરનારા લખાણની કિંમત વધી. ઉંચા સ્થાન પર બેઠેલા સાહિત્યકારો આમ જનતાની કંઈક નજીક આવ્યા, સાથે સાથે પ્રજાને સાહિત્યના મૂલ્યાંકનનું નવું ધોરણ મળ્યું.

ગાંધીજીનું જીવન એ જ તેમનું સાહિત્ય હતું તેમ કહેવામાં અતિશયોકિત નથી. ખ્યાલ ભરેલો હસતો ખીલતો ને કયારેક આકરો થઈ જતો જીવતો જાગતો ગાંધી આત્મકથાના પાનામાં બેઠો છે. ગુજરાતી ભાષામાં અક્ષરદેહ તે સૌને માટે હાથવગો છે. તેમની આંતરિક સહૃદયતાની પાછળ કલા અને શૈલી તો પરિચારિકા પેઠે આપોઆપ દોડતી આવે છે. શ્રી ક. મા. મુનશી કહે છે તેમ, ”મહાત્મા ગાંધીએ ગુજરાતી ગદ્યને નવી તાકાત આપી છે.”

”ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાઓ, અલ્પાત્માને માપવાને સારુ સત્યનો ગજ કદી ટૂંકો ન બનો.” વીસમી સદીના આધ્યાત્મિક ઈતિહાસનું આ સૌથી પ્રેરક ઉચ્ચારણ છે.

તમારાં જીવનનાં સંખલનોએ, તમારી અગ્નિપરીક્ષાઓએ તમને છિન્નભિન્ન નાખ્યા છે પણ તમે કલ્પાંત કરશો નહિ. તમારા વિનાશની એ ખીણમાં કે દુ:ખની ગર્તામાં પ્રભુનો પ્રેમ અને આશીર્વાદ આવ પહોંચશે, કારણ કે તમે હૃદયને શુધ્ધ કરનાર દુખાગ્નિમાંથી પસાર થઈ રહ્યા છો. તમારે તો હવે ઝળહળતાં શિખરો પર આરોહણ કરવાનું છે.

– શ્રી માતાજી

You Might Also Like

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

 પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન
રાજકોટ

જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન

Editor By Editor 4 days ago
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
દ્વારકામાં દર્શને આવતા શ્રધ્ધાળુઓને નશીલુ પીણુ પીવડાવતી લૂંટતી ગેંગ પકડાઇ
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?