- દિવાકર અને તેની પત્ની સૌમ્યા દાસે ધોની સામે કેસ નોંધવ્યો
- મહેન્દ્ર સિંહ ધોનીએ અગાઉ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો
- ધોનીના વકીલે 6 જાન્યુઆરીએ પ્રેસ કોન્ફરન્સમાં આરોપો લગાવ્યા
મહેન્દ્ર સિંહ ધોનીએ તેના પૂર્વ બિઝનેસ પાર્ટનર મિહિર દિવાકર વિરુદ્ધ ક્રિમિનલ કેસ દાખલ કર્યો હતો. આ પછી દિવાકર અને તેની પત્ની સૌમ્યા દાસે પણ ધોની સામે કેસ નોંધવ્યો છે. આ મામલો 15 કરોડ રૂપિયાનો છે. ધોનીએ કેસમાં કહ્યું હતું કે ક્રિકેટ એકેડમી માટે તેની તરફથી 15 કરોડ રૂપિયાની ચુકવણી અરકા સ્પોર્ટ્સ મેનેજમેન્ટને કરવામાં આવી હતી છતા કોઈ કામ થયું ન હતું. ધોનીના વકીલે 6 જાન્યુઆરીએ પ્રેસ કોન્ફરન્સમાં આરોપો લગાવ્યા હતા.
ધોનીએ ક્રિમિનલ કેસ દાખલ કર્યો
ભારતીય ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ પૂર્વ બિઝનેસ પાર્ટનર મિહિર દિવાકર વિરૂદ્ધ ક્રિમિનલ કેસ દાખલ કર્યો હતો. માહીએ છેતરપિંડીનો કેસ દાખલ કરી કહ્યું હતુ કે ક્રિકેટ એકેડમીનો કોન્ટ્રાક્ટ આપવા માટે 15 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. પરંતુ તેને કોઈ કોન્ટ્રાક્ટ મળ્યો ન હતો અને પૈસાની ઉચાપત કરવામાં આવી હતી.
ધોની સામે માનહાનિનો કેસ
આ પછી દિવાકર અને તેની પત્ની સૌમ્યા દાસે ધોની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું હતુ કે, ધોની અને તેના વતી કામ કરી રહેલા લોકો સામે માનહાનિના આરોપો બંધ કરવામાં આવે. મળતી માહિતી અનુસાર ધોનીનો કરાર દિવાકર અને દાસના અરકા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ વચ્ચે થયો હતો. આ કેસ દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ પ્રતિભા એમ સિંહ સમક્ષ લિસ્ટ કરવામાં આવ્યો છે.
કેસને લઇ ધોનીએ શું કહ્યું?
ધોનીએ તેના કેસમાં કહ્યું હતું કે ક્રિકેટ એકેડમી માટે તેની તરફથી 15 કરોડ રૂપિયાની ચુકવણી અરકા સ્પોર્ટ્સ મેનેજમેન્ટને કરવામાં આવી હતી. પૈસા લીધા પછી પણ કોઈ કામ થયું ન હતું. ધોનીના વકીલે 6 જાન્યુઆરીએ પ્રેસ કોન્ફરન્સમાં આ આરોપો લગાવ્યા હતા.


