મહેસાણા જિલ્લામાં કપાસની ખેતી કરતા ખેડૂતો માટે દિવાળી બાદના સમયગાળામાં રાહતના સમાચાર આવ્યા છે. ઉનાવા APMC ખાતે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા ટેકાના ભાવે (MSP) કપાસની ખરીદીનું કેન્દ્ર શરૂ કરવામાં આવી છે. જે કારણે ખેડૂતોને રાહત મળી છે. ખુલ્લા બજારમાં મળતા ભાવ કરતા સરકારી ખરીદીમાં થોડા વધુ ભાવ મળી રહ્યા છે
ખેડૂતોને મણ દીઠ રૂપિયા 1612નો ભાવ મળી રહ્યો છે
ખુલ્લા બજારમાં વેપારીઓ દ્વારા ખેડૂતો પાસેથી સરેરાશ 1400 થી 1500 રૂપિયા આસપાસના ભાવે કપાસ ખરીદવામાં આવી રહ્યો છે. તેની સામે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા CCI સેન્ટર પર ખેડૂતોને મણ દીઠ રૂપિયા 1612નો ભાવ આપવામાં આવી રહ્યો છે. હાલમાં ઉનાવા માર્કેટ યાર્ડમાં રોજની 700 થી 800 મણ કપાસ ખેડૂતો આ કેન્દ્ર પર વેચાણ કરી રહ્યા છે
ઉનાવા APMCમાં CCIનું ખરીદ કેન્દ્ર શરૂ થતાંની સાથે જ આસપાસના ગામડાઓમાંથી ખેડૂતો પોતાનો પાક લઈને આવી રહ્યા છે. આ ખરીદ કેન્દ્ર શરૂ થવાના કારણે ખેડૂતોમાં આનંદની લાગણ જોવા મળી છે.


