- મહેશ વસાવા મુદ્દે BTP અધ્યક્ષ છોટુ વસાવાનું નિવેદન
- મહેશ વસાવા ના સમજ છે : છોટુ વસાવા
- મહેશને મિસ ગાઈડ કરવામાં આવ્યો છે: છોટુ વસાવા
BTSના અધ્ય મહેશ વસાવાના કેસરિયા કરવાના એંધાણ વચ્ચે તેમના પિતા અને આદિવાસી નેતા છોટું વસાવાએ નિવેદન આપીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. છોટું વસાવાએ કહ્યું કે, તેમનો પુત્ર મહેશ વસાવા ના સમજ છે અને અને તેને ભ્રમિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે રાજકીય પાર્ટીના પક્ષની પણ ટીકા કરી હતી.
ચૂંટણી આવી નજીક
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તે તોડજોડની રાજનીતિ વધુ સક્રિય થઈ રહી છે. ભાજપ દ્વારા ગુજરાતના 15 સહિત કુલ 195 ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરી હતી. ગુજરાત લોકસભા બેઠકો પર સૌની નજર છે.જેમાં હાલ મહત્વની બેઠક ભરૂચ લોકસભા સીટ પર છે. જ્યાં AAP અને કોંગ્રેસે ગઠબંધન કરી આદિવાસી સમાજના યુવા નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકીટ આપવાની વાત ચાલી રહી છે. જેને લઇને ભાજપે પણ આ બેઠક પર કબજો જમાવી રાખવા માટે ફરી પીઢ અને અનુભવી નેતા મનસુખ વસાવાને મેદાને ઉતાર્યા છે. ત્યારે મુખ્ય પક્ષો દ્વારા સક્ષમ ઉમેદવારો મેદાને ઉતારતા ખરાખરીનો જંગ થશે એ નક્કી છે.
BTS અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાઈ તેવી શકયતા
હાલ થોડા દિવસ અગાઉ જ BTS અધ્યક્ષ મહેશ વસાવાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતના ફોટાઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.આગામી દિવસોમાં મહેશ વસાવા હજારો સમર્થકો સાથે ભાજપમાં જોડાય તેવી શકયતાઓ છે. ત્યારે મહેશ વસાવાના કેસરિયા કરવાના એંધાણ વચ્ચે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં એક લગ્ન પ્રસંગમાં આવેલ આદિવાસી સમાજના પીઢ નેતા અને મહેશ વસાવાના પિતા છોટુ વસાવાએ મહેશ વસાવાના ભાજપમાં એન્ટ્રી થવાની શક્યતાઓ વચ્ચે નિવેદન આપ્યું હતું.


