- ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ : મહેશગીરી
- સીધેસીધું શહેરની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ
- ભડકાઉ ભાષણ કરી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો
ભડકાઉ ભાષણ આપનાર મૌલાના સામે રોષ ફેલાયો છે. જેમાં ગિરનાર ગુરૂ દત્તાત્રેય સંસ્થાનના મહેશગીરી બાપુએ નિવેદન આપતા જણાવ્યું છે કે ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. સીધેસીધું શહેરની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ છે. તેથી ઉદાહરણ રૂપ સજા થવી જોઈએ.
માણસ બોલીને જતો રહે અને તંત્ર કાર્યવાહી ન કરે
માણસ બોલીને જતો રહે અને તંત્ર કાર્યવાહી ન કરે. જેમાં તંત્ર કોઈ કાર્યવાહી ન કરી શકે તો અમને કહો. અમે કાર્યવાહી કરીશું અને સબક શીખવાડીશું. જુનાગઢ શહેરના એક કાર્યક્રમમાં મુંબઈના કુખ્યાત સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કરી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ ભાષણના વીડિયો વાઇરલ થતાંની સાથે જ હરકતમાં આવી ગયેલી જુનાગઢ પોલીસે આયોજકો સહિત સલમાન અઝહરી વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. મુફ્તી સલમાન અઝહરીને ગુજરાત ATSએ મુંબઈના ઘાટકોપરથી દબોચી લીધો છે. ATS અને જુનાગઢ પોલીસ મુફ્તી સલમાન અઝહરીને આજે અમદાવાદમાં ATSના હેડક્વાર્ટર લાવવામાં આવ્યો છે. અહીંથી ટીમ ચેન્જ કરી મુફ્તી સલમાન અઝહરીને જુનાગઢ લઈ જવામાં આવ્યો છે.
વીડિયો વાઇરલ થતાં જ જુનાગઢ પોલીસ હરકતમાં આવી
31 જાન્યુઆરીએ જુનાગઢ ખાતે મુસ્લિમ સમાજના વ્યસનમુક્તિ માટેના કાર્યક્રમ અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નરસિંહ વિદ્યાલય ખાતેની આ સભામાં વક્તા તરીકે મુ્ંબઈના મુફ્તી સલમાન અઝહરીને બોલાવવામાં હતા. તેમણે પોતાના વક્તવ્ય દરમિયાના ઉપસ્થિત ટોળાને ઉશ્કેરવાના પ્રયાસ કર્યા હતા. તેમના ભડકાઉ ભાષણના કેટલાક અંશો તરત જ વાઇરલ થયા હતા. આ વીડિયો વાઇરલ થતાં જ જુનાગઢ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. પોલીસે આ કાર્યક્રમના આયોજકોની ધરપકડ કરી હતી.
કેસની ગંભીરતા જોતાં ગુજરાત ATS પણ હરકતમાં આવી
ગુજરાત ATS હરકતમાં આવી ટીમ મુંબઈ પહોંચી ગઈ હતી અને મહારાષ્ટ્ર એટીએસ તથા સ્થાનિક પોલીસની મદદથી સલમાન અઝહરીના ઘાટકોપર ખાતેના નિવાસસ્થાને પહોંચી તેને દબોચી લીધો હતો.અઝહરીને ગુજરાત લાવ્યા બાદ ATSની ટીમ તેની પૂછપરછ કર્યા બાદ જૂનાગઢ પોલીસ તેની તપાસ કરશે. અઝહરી પોતાના વિવાદાસ્પદ વક્તવ્યો અને ભડકાઉ ભાષણ માટે કુખ્યાત છે. તેણે અગાઉ પણ આવા ભડકાઉ ભાષણો કર્યા હતા.


