મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાફઈ ગામ પાસે એક અકસ્માતગ્રસ્ત કારમાંથી લાખો રૂપિયાનો પોષ ડોડો ઝડપાયો છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો.
ઘટનાની વિગત
ગત રાત્રે રાફઈ ગામ નજીક કાળી રંગની સ્કોર્પિયો કાર અકસ્માતગ્રસ્ત થઇ હતી. પ્રાથમિક તપાસ મુજબ, કાર રસ્તામાં આવેલા નીલગાય સાથે અથડાઈ હતી.
કાર ચાલકની શોધખોળ
અકસ્માતની જાણ થતા પોલીસ તપાસ સ્થળ પર ગઈ હતી અને કારમાંથી શંકાસ્પદ પોષ ડોડાનો જથ્થો ભરેલો જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા તરત FSL ટીમને માહિતી આપી, જે ઘટનાસ્થળે પહોંચી તપાસમાં જોડાઈ. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરવા સાથે કાર ચાલકની શોધખોળ કરી રહી છે.
આ પણ વાંચો— Vadodara : શહેરના ટ્રાફિક જંકશનો પર વૈજ્ઞાનિક ઢબે અલગ અલગ સમયે ટ્રાફિકના ફ્લો અંગેનો ડ્રોનથી સર્વે શરુ કરાયો


