- ગોધરામાં બૂથ કેપ્ચરિંગ મામલે મોટી કાર્યવાહી
- બુથ કેપ્ચરીંગ મામલે પોલીસ કર્મી સહિત 6 સસ્પેન્ડ
- ચૂંટણી પંચે 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ
દાહોદનાં સંતરામપુરાનાં પરથમપુર અને ગોધરામાં મતદાન મથકે બુથ કેપ્ચરીંગનો મામલે એક પોલીસ કર્મી સહિત 6 સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બુથ કેપ્ચરીંગ બાદ રીપોલ કરવા નિર્દેશ કર્યો હતો. ચૂંટણી પંચે 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો હતો. પોલીગ સ્ટેશન નંબર 220 પર ફરી મતદાન યોજાશે. પરથમપુરા ગામનાં પોલીંગ સ્ટેશન 220 નંબર પર ફરી મતદાન યોજાશે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.
બુથ કેપ્ચરીંગ મામલે કાર્યવાહી
દાહોદ લોકસભા બેઠક પર સંતરામપુરમાં અને ગોધરામાં મતદાન મથક પર બુથ કેપ્ચરીંગનો મામલો સામે આવ્યો હતો. જે મુદ્દે કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. સંતરામપુરમાં બૂથ પર ફરજ બજાવતા અમદાવાદના પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા છે. ટ્રાફિક વિભાગના કોન્સ્ટેબલ રાહુલ જીલુને ટ્રાફિક પૂર્વના DCP સફીન હસને સસ્પેન્ડ કર્યા છે.
બુથ કેપ્ચરીંગ મામલે પોલીસ કર્મીને સસ્પેન્ડ
વિગતે જણાવીએ તો સંતરામપુરમાં પરથમપુર ગામે શાળાના 220 નંબરના બૂથ પર પોલીસકર્મી રાહુલ જીલુ બંદોબસ્તમાં હતા. જે પોલીસ કર્મી આઇ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. જેમને ચૂંટણી અર્થે બંદોબસ્તમાં દાહોદ મોકલવામાં આવ્યા હતા. જ્યાં બુથ કેપ્ચરીંગની ઘટના બની છે.
ગોધરામાં 6 કર્મચારી સસ્પેન્ડ કરાયા
દાહોદ બાદ ગોધરામાં બૂથ કેપ્ચરિંગ કરવા મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મતદાન મથકના સ્ટાફને સસ્પેન્ડ કરાયા છે. મતદાન મથકના 4 અને 2 પોલીસકર્મી સહિત 6 કર્મચારી સસ્પેન્ડ કરાયા છે. મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારીએ કાર્યવાહીનો ધમધમાટ ચલાવ્યો છે. આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર તેમજ પોલિંગ ઓફિસર યોગેશ સોલ્યા અને પોલિંગ ઓફિસર મયુરિકા પટેલને સસ્પેન્ડ કરાયા છે, તો સાથો સાથ પોલીસ કર્મચારી રાહુલ, રમણભાઈ માલીવાડને પણ સસ્પેન્ડ કરાયા છે.


