- ફાડાની લાપસી સિવાય બનાવો ચટપટી ખીચડી
- વિટામિન્સથી ભરપૂર ખીચડી આખો દિવસ આપશે એનર્જી
- ફાડા સાથે શાકનું મિશ્રણ હેલ્થને આપે છે અનેક ફાયદા
આપણામાંના અનેક લોકોને બ્રેકફાસ્ટની આદત હોય છે. અને સાથે એવું માનવામાં પણ આવે છે કે હેલ્ધી બ્રેકફાસ્ટ કરવાથી લોકોની હેલ્થ સારી રહે છે. પણ જો તમે એકના એક બ્રેકફાસ્ટથી કંટાળી ગયા હોવ તો તમે સવારમાં હેલ્ધી ગણાતી એવી ફાડાની ખીચડી ટ્રાય કરી શકો છો. આ હળવી અને પોષક તત્ત્વોથી ભરપૂર વાનગી શરીરને દિવસભર ઉર્જાવાન રાખે છે. આવી સ્થિતિમાં જો તમે પણ નાસ્તા માટે કોઈ હેલ્ધી વિકલ્પ શોધી રહ્યા છો, તો તમે મસાલેદાર ફાડાની ખીચડી ટ્રાય કરી શકો છો. તો જાણો કેવી રીતે ફટાફટ બનશે આ ખીચડી.
સામગ્રી
- 2 કપ પલાળેલા ફાડા
- 1 કપ સુધારેલા ગાજર
- 1/2 કપ (બારીક સમારેલ) કેપ્સીકમ
- 2 નંગ સુધારેલા લીલા મરચા
- 1 કપ (ઝીણી સમારેલી) કોબીજ
- 5 નંગ લીમડાના પાન
- 1 કપ (ઝીણી સમારેલી) કોથમીર
- સ્વાદ માટે મીઠું
- 1 ચમચી હીંગ
- 1 ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- 1 નંગ લીંબુનો રસ
- 2 ચમચી તેલ વઘાર માટે
બનાવવાની રીત
સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો. આ પછી તેમાં જીરું, રાઈ, હિંગ અને લીમડાના પાન ઉમેરો. પછી આ બધાને ધીમા ગેસ પર સાંતળો.જ્યારે તમે તેને સાંતળો ત્યારે જ વચ્ચે શાકભાજી ઉમેરો. શાકભાજીને સારી રીતે ફ્રાય કર્યા પછી તેમાં ફાડા ઉમેરીને ચઢાવો. 10-15 મિનિટ માટે તેને ફ્રાય કરો. પછી તેને ઢાંકીને થોડીવાર રહેવા દો. થોડા સમય બાદ શાક અને ફાડા બધું સારી રીતે ચઢી જશે. આ પછી તેની પર લીંબુ, કોથમીર ભભરાવો. તમારી ફાડાની ગરમાગરમ ખીચડી તૈયાર છે. તમે તેનો સ્વાદ માણી શકો છો.