- ઘરે સરળતાથી બનાવી શકાય છે દૂધ પૌંઆ
- પૌંઆ પલાળીને દૂધ પૌંઆ બનાવશો તો સ્વાદ બમણો થશે
- આ વર્ષે ચંદ્રને અર્પણ નહીં કરી શકાય દૂધ પૌંઆ
આવતીકાલે એટલે કે 28 ઓક્ટોબરે અને શનિવારે શરદ પૂનમનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ સમયે જો તમે ખાસ રીતે પૌંઆ પલાળીને દૂધ પૌંઆ બનાવશો તો તેનો સ્વાદ બમણો થઈ જશે. આ રીતે બનાવેલા પૌંઆ તમને કાયમ યાદ રહેશે. તો જાણો કઈ રીતે સરળ રીતે તેને ઘરે જ બનાવી શકો છો. તો જાણો બનાવવાની ખાસ રીત.
દૂધ પૌઆ
સામગ્રી
-3 કપ પૌઆ
-1 લિટર દૂધ
– એક ટી સ્પૂન એલચી પાવડર
-ખાંડ સ્વાદાનુસાર
-કેસર સજાવવા માટે
રીત
સૌ પહેલા પૌંઆને એકવાર કાણાવાળી ચાળણીમાં એક વાર ધોઈ લો. હવે એક તપેલીમાં દૂધ ગરમ કરવા મકો. તેમાં 2-3 ઉકાળા આવવા દો. આ સમયે જ ખાંડ અને એલચી પાવડર મિક્સ કરો. આ પછી તેમાં પૌંઆ મિક્સ કરો અને ગેસ બંધ કરી લો. આમ કર્યા બાદ તેને રૂમ ટેમ્પ્રેચર પર ઠંડું થવા દો. પૌંઆ મસ્ત રીતે ફૂલી જશે અને તમે તે તપેલી પર એક કોટન કપડું બાંધી લો. સાંજના સમયે તેને ચંદ્રદર્શન માટે ધાબા પર કે બાલ્કનીમાં રાખી લો. આ પછી તમે તેનું સેવન કરો. આ ટ્રેડિશનલ પૌંઆ તમને ખૂબ જ પસંદ આવશે. શરદ પૂનમે તેને ખાવાનું પણ ખાસ મહત્ત્વ હોય છે.
આ વર્ષે ચંદ્રને અર્પણ નહીં કરી શકાય દૂધ પૌંઆ, જાણો કારણ
શરદ પૂર્ણિમા અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે, તેને અશ્વિન પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બાદ દાન કરવાની પરંપરા છે. આનાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. શરદ પૂર્ણિમાના દિવસે લોકો ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી, ચંદ્ર અને સત્યનારાયણની પૂજા કરે છે. તેનાથી સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, વૈભવ, શાંતિ વગેરે મળે છે. આ દિવસે, રાત્રે ખીર કે દૂધ પૌંઆ તૈયાર કરવામાં આવે છે અને તેને ખુલ્લા આકાશની નીચે રાખવામાં આવે છે જેથી અમૃત ગુણો સાથે ચંદ્રના કિરણો તેના પર પડે. પરંતુ આ વખતે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થશે, જેના કારણે આપણે દૂધ પૌંઆને ચંદ્રને ચઢાવી શકીશું નહીં. અર્દ્ય અર્પણ કર્યા વિના તેને ખાઈ શકાશે.