અમેરિકાના પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ શાનદાર બ્રાન્ડીંગ કર્યુ હતુ. તેઓએ અમેરિકા રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની જેમ ભારતને મંત્ર આપ્યો છે. જેમાં અમેરિકામાં MAGA એટલે કે “મેક અમેરિકા ગ્રેટ અગેઇન”ની જેમ MIGA “મેક ઇન્ડિયા ગ્રેટ અગેઇન”નું મહત્વ સમજાવ્યુ છે. MIGA + MAGA = MEGA આ પોતાના દેશને મજબૂત કરવા માટેનું સુત્ર સાબિત થશે.
ભારત-અમેરિકાની મજબૂત દોસ્તી
હાલમાં જ પીએમ મોદી અમેરિકાના પ્રવાસથી સ્વદેશ પરત ફર્યા છે. ડૉનાલ્ડ ટ્ર્ંપના બીજીવાર રાષ્ટ્રપતિ બન્યા બાદ પીએમ મોદીની આ પ્રથમ અમેરિકા યાત્રા હતી. જેમાં આ બંને મહાનાયકોની મુલાકાત થઇ હતી. અમેરિકા પહોંચતા જ ટ્રંપે પીએમ મોદીનુ ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતુ. આ સ્વાગત અને મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ડૉનાલ્ડ ટ્રંપને શાનદાર મિત્ર અને અદભૂત વ્યક્તિ ગણાવ્યા હતા.
ટ્રમ્પ અને મોદીનું મજબૂત બ્રાન્ડીંગ
અમેરિકા પહોંચતા જ પીએમ મોદીએ શાનદાર બ્રાંડીંગ કર્યુ હતુ. તેઓએ ટ્રંપે આપેલા મંત્ર MAGA એટલે કે “મેક અમેરિકા ગ્રેટ અગેઇન”ની જેમ MIGA “મેક ઇન્ડિયા ગ્રેટ અગેઇન”નું મહત્વ સમજાવ્યુ હતું. પીએમ મોદીએ કહ્યુ હતુ કે MAGAથી તો સૌ કોઇ વાકેફ છે પરંતુ હું અહીં MIGAનો મંત્ર આપીશ. MIGA એટલે વિકસિત ભારત. અમેરિકા સાથે મળીને મોટી સમજૂતી સધાય છે. MIGA + MAGA = MEGA
વ્હાઇટ હાઉસમાં પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે શું થયું, તે બાબતે મિડીયા રિપોર્ટ ફરતા થયા છે. મોદી અને ટ્રમ્પ વચ્ચે સારી વાતચીત થઈ. આ વિશ્વના અન્ય દેશોના નેતાઓ માટે એક માસ્ટર ક્લાસ જેવું હતું. ટેરિફ પછી પણ, મોદી અને ટ્રમ્પ વચ્ચે ખૂબ જ સારો સંબંધ જોવા મળ્યો. રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની તેમની 8મી મુલાકાતમાં પીએમ મોદીએ કાર્ય સમજ્યું. ટ્રમ્પે ટેરિફની જાહેરાત કરી તે દિવસે મોદી ડીસીમાં હતા. આ વધુ ખરાબ થઈ શક્યું હોત. આમ છતાં, બંને પક્ષો વચ્ચે વેપાર, ઉર્જા અને સૈન્ય જેવા ક્ષેત્રોમાં કરાર થયા. ‘MIGA’ (ભારતને ફરીથી મહાન બનાવો) + MAGA = MEGA ખૂબ જ ચતુર બ્રાન્ડિંગ છે.
વેપાર દ્વિપક્ષીય વાટાઘાટો પછી જ્યારે બંને નેતાઓએ મીડિયાને સંબોધન કર્યું, ત્યારે વડા પ્રધાન મોદીએ યુએસ રાષ્ટ્રપતિની હાજરીમાં MIGAનો ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મને દ્રઢ વિશ્વાસ છે કે તમારા બીજા કાર્યકાળમાં આપણે વધુ ઝડપથી કામ કરીશું. પીએમ મોદીએ કહ્યું કે જેમ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રીય હિતને દરેક વસ્તુથી ઉપર રાખે છે, તેમ હું પણ ભારતના રાષ્ટ્રીય હિતને દરેક વસ્તુથી ઉપર રાખીશ.


