- લંચ કે ડિનરને આપો નવો ટ્વિસ્ટ
- ભોજનનો સ્વાદ વધશે અને મળશે નવો ટેસ્ટ
- પકોડાને બદલે બાફેલા બટાકાની લો મદદ
આપણે સૌ રોજના એકસરખા ભોજનથી કંટાળી જતા હોઈએ છીએ. જો રોજના ભોજનમાં કંઈ નવું મળે તો પરિવારના સભ્યો ખુશ થઈ જાય છે. આ વાનગીઓ બનાવવામાં ટેસ્ટી હોય છે અને તેને સરળતાથી ઘરે બનાવી શકાય છે. તો જાણો કઈ રીતે કઢીને બટાકાની સાથે બનાવી શકાશે. અને સાથે જ ભોજનનો સ્વાદ પણ વધારી શકાશે.
બટાકાની કઢી માટેની સામગ્રી
- 500 ગ્રામ બટાકા
- 2 ચમચી ચણાનો લોટ
- 1/2 કપ દહીં
- 1/2 ચમચી રાઈ
- 2 આખા લાલ સૂકા મરચા
- 1 ચમચી આદુ છીણેલું
- 1/2 ચમચી હળદર
- 1/2 ચમચી ધાણા પાવડર
- 2 નાની ચમચી મીઠું
- 3 કપ પાણી
- 2 ચમચી સુધારેલી કોથમીર
બનાવવાની સામગ્રી
બટાકાની કઢી બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં બાફેલા અને છીણેલા બટાકાને ચોરસ ટુકડામાં કાપી લો. હવે એક બાઉલમાં ચણાનો લોટ, મરચું, દહીં, હળદર પાવડર અને પાણી ઉમેરો. હવે એક મોટા વાસણમાં તેલ ગરમ કરો અને તેમાં લીમડાના પાન, રાઈ, આદુના ટુકડાને શેકી લો. આ પછી એક વાસણમાં દહીં, ચણાનો લોટ મિક્સ કરો અને તેને ઉભરો આવે ત્યાં સુધી ચઢવા દો. જ્યારે બટાકાની કઢીના મિશ્રણમાં મીઠું અને પહેલાથી સુધારેલા બટાકા મિક્સ કરો ત્યાર પછી ધીમા ગેસે થોડો સમય ચઢાવી લો. આ પછી તેને એક બાઉલમાં કાઢી લો અને કોથમીરની મદદથી ગાર્નિશ કરો. તમે તેને ભાત અને પરોઠાની સાથે પીરસી શકો છો.