- લક્ષ્મી પૂજામાં ખાસ ભોગ ધરાવવાનું છે મહત્ત્વ
- ટ્રેડિશનલ ખીરના ભોગથી માતા લક્ષ્મી થશે પ્રસન્ન
- બહારથી પ્રસાદ લાવવાના બદલે બનાવો ઘરે જ
ધનતેરસના દિવસે જેટલું મહત્વ લક્ષ્મીજીની પૂજાનું હોય છે એટલું જ મહત્વ માતાજીને ધરાવવામાં આવતા થાળનું પણ હોય છે. મોટાભાગે આપણે ત્યાં લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ખીરનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આથી અમે પણ તમારી ધનતેરસની પૂજાને સંપન્ન કરવા માટે ટ્રેડિશનલ ખીરની રેસિપિ લાવ્યા છીએ. જો તમે આ માપ સાથે ખીર બનાવશો તો તમારી ખીર પરફેક્ટ બનશે અને સાથે ભોગ માટે બેસ્ટ રહેશે. તો બનાવી લો ઘરે જ ટ્રેડિશનલ ખીર અને કરો લક્ષ્મી માતાને ખુશ.
ખીર
સામગ્રી
-1 કપ બાસમતી ચોખા
-1 કપ કન્ડેસ્ડ દૂધ
-1 ચમચી કર્સ્ટડ પાવડર
-4 કપ ગરમ દૂધ
-2 કપ કરેલું પાણી
-1/2 કપ ખાંડ
-1 ચમચી કિશમિશ
-1 ચમચી કાજુ
-1 ચમચી એલચીનો ભૂકો
રીત
સૌપ્રથમ એક બાઉલમાં ગરમ દૂધમાં પાણી નાખીને મિક્સ કરો. ત્યાર બાદ તેમાં ઘી વાળા ચોખા (ચોખાને 2 ચમચી ઘીમાં મિક્સ કરી લેવા) મિકસ કરો. આ મિશ્રણને ધીમી આંચ રાખીને ઉકાળો. આશરે અડધો કલાક ઉકાળો. ચોખા લગભગ ચઢી ગયા હશે અને દૂધ પણ ઘટ્ટ થઈ ગયું હશે. હવે આ સમયે તેમાં કન્ડેસ્ડ દૂધ અને ખાંડ ભેળવો. ખાંડ પૂરેપૂરી મિકસ ન થઇ જાય અને મિશ્રણ ઘટ્ટ ન બને ત્યાં સુધી ઉકાળો. પછી તેમાં બદામ અને કિશમિશ ઉમેરો. વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે એલચીનો ભૂકો પણ ઉમેરો. આ ખીર હવે પ્રસાદ માટે તૈયાર છે. તમે તેને માતાજીના પ્રસાદમાં ચઢાવો. આ પછી તમે તેને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરી શકો છો.