- લસણિયા બટાકાનો ટેસ્ટ રહેશે યાદ
- ઝડપથી ઘરે બની જશે આ શાક
- પરિવારના તમામ સભ્યોને ભાવશે આ શાક
જો તમને શું જમવાનું બનાવવું છે તે ન સૂઝતું હોય તો તમે ચિંતા ન કરો. કન્ફ્યુઝ થવાને બદલે ઘરની વસ્તુઓથી જ ફટાફટ ટેસ્ટી અને સૌને પસંદ આવે એવું શાક બનાવી શકો છો. આ માટે તમારે થોડી તૈયારી કરવાની રહેશે. આ પછી તમે ટેસ્ટી લસણિયા બટાકાનું શાક તૈયાર કરી શકશો. આ શાકને તમે ગરમાગરમ પરાઠાની સાથે પીરસી શકો છો. આ શાકને ઘરના તમામ સભ્યો બે હાથે ખાશે. તો જાણો સિમ્પલ સ્ટેપ્સની રેસિપિ.
લસણીયા બટાકા
સામગ્રી
- 500 ગ્રામ બટાકા (નાની સાઇઝના)
- 50 ગ્રામ લસણ, આદુનો ટુકડો
- 2-3 લીલા મરચા, અડધી ચમચી રાઇ
- 1 ચમચી જીરૂ, ચપટી હીંગ
- 1/2 ચમચી હળદર
- 1 ચમચી ધાણા પાવડર
- 1 ચમચી લાલ મરચાનો પાવડર
- 50 ગ્રામ શેકેલી મગફળીનો ભૂકો
- 1 ચમચી તલ
- મીઠું
- તેલ
- લાલ સુકા મરચા
- તમાલપત્ર
- કોથમીર
રીત
બટાકાને બાફીને છાલ ઉતારી નાખો. લસણ અને આદુની પેસ્ટ બનાવો. તપેલામાં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરૂ નાખો. જીરૂ તતડી જાય બાદ તેમાં હીંગ, લાલ સુકા મરચા, તમાલપત્ર, ધાણા પાવડર અને આદુ-લસણની પેસ્ટ નાખી હલાવો. ત્યાર બાદ તેમાં મગફળીનો ભૂકો, તલ, લાલ મરચા પાવડર, મીઠું તથા હળદર નાખી બરોબર મિક્સ કરો. તેમાં બારીક સમારેલા લીલા મરચા અને બાફેલા બટાકા અને એક કપ પાણી નાખી હલાવો. લગભગ 3-4 મિનિટ રાખી ગેસ પરથી ઉતારી લો. ઉપરથી કોથમીર નાખી સર્વ કરો. પરાઠા સાથે આ શાકની મજા યાદ રહેશે.