- શિયાળામાં રોજ પીઓ ટામેટાનો સૂપ
- ઘરે સરળતાથી બનશે ગરમાગરમ અને હેલ્ધી સૂપ
- બાળકોથી લઈને મોટેરાંઓને પસંદ છે આ સૂપ
શિયાળો દસ્તક આપી રહ્યો છે ત્યારે બદલાતી સીઝનમાં અનેક બીમારીઓ પણ શરીરમાં પ્રવેશી જાય છે અને ઈમ્યુનિટી નબળી પડે છે. એવામાં જો તમે કંઈક ગરમ ખાવાનું વિચારી રહ્યા છો તો તમે ટામેટાનો સૂપ ટ્રાય કરી શકો છો. તેનાથી ઈમ્યુનિટી વધશે અને સ્ટ્રોંગ બનવામાં મદદ કરશે. તો જાણો તેની સરળ રેસિપિ.
સામગ્રી
- 4 નંગ ટામેટા
- 1/2 ટી સ્પૂન કાળા મરીનો પાવડર
- 1/2 ટી સ્પૂન ખાંડ
- 1 ટેબલ સ્પૂન બટર
- 4-5 બ્રેડ ક્યુબ્સ
- મીઠું સ્વાદ અનુસાર
જાણો બનાવવાની રીત
સૌથી પહેલા ટામેટા ધોઈને મોટા મોટા ટુકડામાં કાપી લો. મીડિયમ ગેસ પર એક વાસણ રાખો અને તેમાં 2 કપ પાણી અને ટામેટા મિક્સ કરો અને ઉકાળો. ટામેટા ચઢી જાય ત્યાં સુધી ઉકાળો. હવે ટામેટાને નરમ થવા દો અને ગેસ બંધ કરી લો. ટામેટાને કાઢીને ઠંડા પાણીમાં રાખો અને તેની છાલ ઉતારી લો. આ પછી ટામેટાને સારી રીતે પીસી લો, પીસેલા ટામેટાના પલ્પન ગળણીથી ગાળી લો. જો સૂપ જાડો લાગે તો જરૂર પ્રમાણે તેમાં પાણી ઉમેરો અને પછી 5-6 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર થવા દો. નક્કી સમય પછી ગેસ બંધ કરો. તમારો ટામેટાનો સૂપ તૈયાર છે. બટર, મીઠું અને કાળા મરીનો પાવડર મિક્સ કરો અને તેમાં બ્રેડ ક્યૂબ્સ મિક્સ કરીને સૂપ બાઉલમાં સર્વ કરો.