- પાચન સંબંધી તકલીફોમાં ગરમ દૂધમાં મખાણા પલાળીને ખાઓ
- મખાણા અને દૂધને મિક્સ કરીને ખાવાથી હાર્ટ હેલ્ધી રહેશે
- દૂધમાં મખાણા મિક્સ કરીને ખાવાથી વેટલોસમાં મળશે મદદ
શરીરમાં કેલ્શિયમની ખામી હોય તો હંમેશા દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. સાથે જ ડ્રાય ફ્રૂટ્સના સેવનથી પણ શરીરમાં આયર્ન, કેલ્શિયમ, વિટામિનની ખામી પૂરી થાય છે. એવામાં ઘરના દાદી-નાની દૂધમાં મખાણા મિક્સ કરીને ખાવાની સલાહ આપે છે. મખાણાને આ રીતે દૂધમાં મિક્સ કરીને ખાવાથી શરીરની નબળાઈ દૂર થઈ જાય છે કેમકે દૂધ અને મખાણા બંને જ એનર્જીના સારા સોર્સ હોય છે.
મખાણાને કેવી રીતે કરશો દૂધમાં મિક્સ
ઈન્સ્ટન્ટ એનર્જી માટે તમે દૂધમાં અનેક ચીજો મિક્સ કરીને ખાશો તો તમને અનેક લાભ મળશે. તમે મખાણાને થોડા રોસ્ટ કરીને દૂધમાં મિક્સ કરીને ધીમા ગેસ પર શેકો. પછી તેને સીધા ખાઓ. તેને ખાવાથી તમારા હાડકા સ્વસ્થ રહે છે. જો તમે દૂધમાં મખાણા પલાળીને ખાઓ છો તો શરીરને 4 મોટા ફાયદા મળે છે.
સારું પાચન
જો તમને પાચન સંબંધી કોઈ તકલીફ રહે છે તો તમે ગરમ દૂધમાં મખાણાને પલાળીને ખાઓ. તેનાથી તમે પેટ સંબંધી સમસ્યાઓ દૂર કરી શકશો. દૂધ અને મખાણા બંને ફાઈબરના સારા સોર્સ છે. તેને ખાવાથી પાચન સ્વસ્થ રહે છે. મખાણા અને દૂધ ખાવાથી પેટના હાનિકારક પદાર્થો બહાર નીકળી જાય છે.
હાર્ટ હેલ્ધી રહે છે
મખાણા અને દૂધને મિક્સ કરીને તમારું હાર્ટ સારું રહે છે. તેના સેવનથી તમારા હાર્ટ સાથેની બીમારીઓ થવાનો ખતરો ઘટે છે. મખાણામાં એલ્કલોઈડ નામનું તત્વ હોય છે. જે હાર્ટની બીમારીઓ સારી રહે છે. એટલું નહીં મખાણામાં પોટેશિયમ અને મેગ્નેશિયમનો પણ સારો સોર્સ રહે છે.
વેટ લોસમાં મદદરૂપ
જો તમે વધતી સ્થૂળતાથી પરેશાન છો તો મખાણાનું સેવન શરૂ કરો. મખાણામાં કેલેરી ઓછી હોય છે. વેટલોસ ડાયટમાં તમે દૂધમાં મખાણા મિક્સ કરીને સામેલ કરી શકો છો.
ઈન્સ્ટન્ટ એનર્જી
બોડીમાં નબળાઈ દૂર કરવા માટે તમે દૂધમાં મખાણા મિક્સ કરીને ખાઈ શકો છો. તેના સેવનથી તમારો થાક, નબળાઈ દૂર થશે. એક રીતે તેને ઈન્સ્ટન્ટ એનર્જી બૂસ્ટર પણ કહી શકાય છે.