મલેશિયા જવાનું વિચારી રહેલા ભારતીય પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. દેશે ભારતીય નાગરિકો માટે વિઝા-ફ્રી એન્ટ્રીની અવધિ 31 ડિસેમ્બર, 2026 સુધી લંબાવી છે. આ સાથે મલેશિયા ભારત માટે પ્રવાસન અને આર્થિક વિકાસને નોંધપાત્ર પ્રોત્સાહન આપી રહ્યું છે.
પ્રવાસીઓએ મલેશિયા ડિજિટલ અરાઈવલ કાર્ડ (MDAC) પૂર્ણ કરવું જરૂરી છે. આ પહેલોનો હેતુ વધુ મુલાકાતીઓને આકર્ષવાનો, આર્થિક વિકાસને વેગ આપવા અને મલેશિયાની મુલાકાત 2026 માટે તૈયાર કરવાનો છે.
20 ડિસેમ્બર 2024ના રોજ ગૃહ મંત્રાલયના સેક્રેટરી જનરલ દાતુક અવાંગ અલિક ઝેમાને આની જાહેરાત કરી હતી. મલેશિયા 2025માં આસિયાનના અધ્યક્ષપદ માટે તૈયારી કરી રહ્યું છે. એક્સ્ટેંશન ચીની નાગરિકો માટે સમાન નીતિને પ્રતિબિંબિત કરે છે, જે 1 ડિસેમ્બર, 2023 ના રોજ શરૂ કરાયેલ દેશના વિઝા ઉદારીકરણ યોજનાના ભાગરૂપે ભારતીય અને ચાઈનીઝ બંને નાગરિકોને 30 દિવસ સુધી મલેશિયામાં વિઝા-મુક્ત રહેવાની મંજૂરી આપે છે.
દાતુક અવાંગ અલીકે એમ પણ જણાવ્યું હતું કે વિસ્તાર ક્ષેત્રમાં એક મુખ્ય પ્રવાસન કેન્દ્ર બનવાની મલેશિયાની મહત્વાકાંક્ષાને દર્શાવે કરે છે, જે આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરશે અને પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા સ્થાનિક વ્યવસાયોને લાભ કરશે.
મલેશિયાના વિઝા મુક્તિની વિશેષતા શું છે?
પાત્રતા: ભારતીય અને ચીની નાગરિકો 30 દિવસ સુધી મલેશિયામાં વિઝા વિના પ્રવેશ કરી શકે છે.
ઉદ્દેશ્ય: આ પગલું વધુ પ્રવાસીઓને આકર્ષવા, આર્થિક વૃદ્ધિને વેગ આપવા અને મલેશિયાના વૈશ્વિક પ્રવાસન આકર્ષણને મજબૂત કરવા માટે રચાયેલ છે.
અવધિ: વિઝા મુક્તિ 31 ડિસેમ્બર 2026 સુધી માન્ય છે.
સુરક્ષા ઉપાય: આ નીતિ માત્ર પ્રવાસનને જ પ્રોત્સાહન આપતી નથી પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા પણ સુનિશ્ચિત કરે છે.
વિઝા મુક્તિ કેટલાક દેશોના નાગરિકોને અગાઉથી વિઝા મેળવ્યા વિના મલેશિયામાં પ્રવેશવાની મંજૂરી આપે છે. ઉદાહરણ તરીકે, ભારતીય નાગરિકો હવે વિઝા માટે અરજી કર્યા વિના 30 દિવસ સુધી પ્રવાસન અથવા વ્યવસાયિક હેતુઓ માટે મલેશિયાની મુલાકાત લઈ શકે છે.
ફ્રી વિઝા માટે શું જરૂરી છે?
પાસપોર્ટની માન્યતા: તમારો પાસપોર્ટ તમારા ઈચ્છિત રોકાણ પછી ઓછામાં ઓછા છ મહિના માટે માન્ય છે.
મુસાફરીનો હેતુ: આ વિઝા મુક્તિ મુખ્યત્વે પ્રવાસન માટે છે, પરંતુ તેમાં ટૂંકા ગાળાની બિઝનેસ ટ્રિપ્સનો પણ સમાવેશ થાય છે.
પર્યાપ્ત ધનરાશિ: તમારે તમારા રોકાણને સમર્થન આપવા માટે પૂરતા નાણાકીય સાધનોનો પુરાવો દર્શાવવો આવશ્યક છે.
રીટર્ન/પરત ફરવાની ટિકિટ: કન્ફર્મ રીટર્ન અથવા આગળની એટલે કે બીજે જવાની ટિકિટ જરૂરી છે.
મલેશિયા ડિજિટલ આગમન કાર્ડ: ફરજિયાત પ્રવેશ આવશ્યકતા
આ સિવાય વિઝા મુક્તિ માટે પાત્ર લોકો સહિત તમામ પ્રવાસીઓએ મુસાફરી કરતા પહેલા મલેશિયા ડિજિટલ અરાઈવલ કાર્ડ (MDAC) ઓનલાઈન ભરવાનું રહેશે. તે પરંપરાગત ઈમીગ્રેશન ફોર્મને બદલે છે, પ્રવેશ પ્રક્રિયાને સરળ બનાવે છે.
કેવી રીતે અરજી કરવી?
ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લો અને MDAC એપ્લિકેશન પોર્ટલ પર તમારી વિગતો ભરો. જેમાં અંગત, પ્રવાસ અને સ્વાસ્થ્ય સંબંધિત માહિતી આપવાની રહેશે. મુસાફરીના ઓછામાં ઓછા 48 કલાક પહેલા ફોર્મ ભરવાનું રહેશે.
Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.