- સ્વાતંત્ર્ય દિવસે માલદીવના વિદેશ મંત્રી મુસા જમીર મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરાયા
- માલદીવના વિદેશ મંત્રીએ ભારતના સ્વાતંત્ર્ય દિવસની શુભકામના પાઠવી
- બંને દેશો વચ્ચે સહયોગ અને સંબંધો મજબૂત કરવા મંત્રીએ કટિબદ્ધતા દર્શાવી
ભારતના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભારતે માલદીવના વિદેશ મંત્રી મુસા જમીરને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું. વિદેશ મંત્રી મુસાએ આઝાદીના દિવસે એક કાર્યક્રમમાં જણાવ્યું કે, ભારત વિશ્વમાં સૌથી મોટા લોકતંત્રના રૂપમાં ઊભરી રહ્યો છે. જે તેના દેશ સહિત ઘણા બીજા દેશો માટે એક પ્રેરણાની જેમ છે. સમારોહના મુખ્ય અતિથિ તરીકે બોલતા માલદીવ અને ભારતના સંબંધોને લઈ વાત કરી હતી. તેમને કહ્યું કે, બંને દેશો સક્રિય સહયોગથી સંબંધ વધુ મજબૂત થયા છે. મુસાએ માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જુની સાથે સંબંધને મજબૂત કરવાને લઈ કટિબદ્ધતાનો ઉલ્લેખ કર્યો હતો.
ભારતના રાજદૂત તેમજ વિદેશ મંત્રીએ આભાર માન્યો
માલદીવના વિદેશ મંત્રી મુસા જમીરે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરતા વિદેશ મંત્રી એસ જયશંકરનો આભાર માન્યો હતો. તેમને જણાવ્યું કે, અમારા દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટે તેમને ઘણો સહયોગ આપ્યો. માલદીવના વિદેશ મંત્રી મુસાએ સ્વતંત્રતા દિવસ પર ભારત બોલાવવા માટે ભારતીય રાજદૂત મનુ મહાવરનો આભાર માન્યો હતો. તેમને સોશિયલ મીડિયાની પોસ્ટમાં જણાવ આપતા કહ્યું કે અમને વિશ્વાસ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મુઈજ્જુની આગેવાનીમાં અમારી મિત્રતાના સંબંધ વધુ મજબૂત થશે.
માલદીવના વિદેશ મંત્રી મુસા મુખ્ય અતિથિ બનવાના સન્માન જણાવતા રાષ્ટ્રપતિ મુઈજ્જુની સરકાર તેમજ માલદીવના લોકો તરફથી રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂ, પીએમ મોદીને હાર્દિક શુભકામના પાઠવી છે.
થોડા સમયથી માલદીવ-ભારત વચ્ચે તણાવ ભરેલા સંબંધો રહ્યા
ગત નવેમ્બરમાં ચીન સમર્થક મુઈજ્જુએ શપથ લીધા પછી બંને દેશોની વચ્ચે સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. સંબંધો સુધારવાના પ્રયાસ માટે ગત કેટલાક દિવસોમાં ઘણી રીતે દ્વિપક્ષીય વાતો થઈ. આ મહિનાની શરૂઆતમાં વિદેશ મંત્રી જયશંક્રે માલદીવનો પ્રવાસ અને રાષ્ટ્રપતિ મુઈજ્જુ સહિત ટોચના માલદીવની આગેવાનીથી મુલાકાત પણ કરી હતી. આ અગાઉ મુઈજ્જુએ જૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ માટે દિલ્હીનો પ્રવાસ કર્યો હતો. માલદીવ અને ભારત વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ભાગીદારી પર વિચાર કર્યો, અમારા સંબંધો સક્રિય સહયોગના માધ્યમથી ફરીથી મજબૂત થયા છે.


