- માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુનો સત્તાવાર પ્રથમ ભારત પ્રવાસ
- બંને દેશના સંબંધો વધુ મજબૂત થાય તેવી આશા મુઈજ્જુએ વ્યક્ત કરી
- મોહમ્મદ મુઈજ્જુએ ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનનો આભાર માન્યો
લોકસભા ચૂંટણીમાં જીત પછી નરેન્દ્ર મોદીએ રવિવારે સતત ત્રીજીવાર વડાપ્રધાન પદના શપથ લીધા. આ ભવ્ય સમારોહમાં ભારતના પાડોશઈ અને હિંદ મહાસાગર ક્ષેત્રના દેશોના ટોચના નેતાઓએ ભાગ લીધો હતો. મુઈજ્જુએ કહ્યું કે તેમને વડાપ્રધાનના આમંત્રણ પર ખુશી થઈ. તેઓ આ કાર્યક્રમમાં સામેલ થઈ એટલા જ ખુશ થયા હતા. તેમને કહ્યું કે હું વડાપ્રધાન, રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂ અને એસ.જયશંકર વિદેશ મંત્રીની સાથે ઉચ્ચ સ્તરીય બેઠકોમાં માટે પણ આભારી છું. મને વિશ્વાસ છે કે મજબૂત દ્વીપક્ષીય સંબંધ ભવિષ્યમાં માલદીવની આકાંક્ષાઓને વધુ મજબૂતી આપશે. મુઈજ્જુએ ઈશ્વરની ઈચ્છાથી બંને દેશની વચ્ચે મજબૂત સંબંધોને પરિણામ માલદીવ અને માલદીવના લોકો માટે સમાન રીતે સમૃદ્ધિ વધશે.
મુઈજ્જુએ ભારત પ્રવાસ કર્યો
આ અગાઉ વિદેશ મંત્રાલય તરફથી કહેવાયું કે રાષ્ટ્રપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારત સરકારના વડાપ્રધાન અને તેમના મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા ભારતના પ્રવાસે આવ્યા હતા. યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ ભારતના રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂ દ્વારા અતિથિઓને સન્માનમાં આયોજિત ભોજનમાં ભાગ લીધો હતો.
ભારત-માલદીવના સંબંધો મજબૂત થશે
નિવેદનમાં જણાવ્યું કે બંને રાષ્ટ્રપતિઓએ એક બેઠક પણ યોજી હતી. જેમાં તેમના માલદીવ અને ભારત વચ્ચે દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા પર ચર્ચા કરી હતી. આમાં કહેવાયું કે ભારતના રાષ્ટ્રપતિ મુર્મૂએ માલદીવની નવી સરકાર અને લોકોને શુભકામના પાઠવી હતી. મુર્મૂએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે મુઈજ્જુના નેતૃત્વ ધરાવતી સરકાર દ્વીપરાષ્ટ્ર સમૃદ્ધિ અને વિકાસના પથ પર આગળ ધપાવશે. નવી દિલ્હીમાં આવેલા રાષ્ટ્રપતિ સચિવાલય તરફથી જાહેર એક નિવેદનમાં કહેવું કે મુર્મૂએ આશા દર્શાવી છે કે આગામી વર્ષોમાં ભારત અને માલદીવના સંબંધ વધુ મજબૂત થશે.


