- ગત વર્ષે માલદીવ જનાર પર્યટકોમાં સૌથી વધુ ભારતીયો
- ઓનલાઈન ટ્રેવલ કંપનીએ માલદીવ જતી તમામ ફલાઈટનું બુકિંગ કેન્સલ કર્યું
- ભારતના દિગ્ગજ કલાકારો, બિઝનેસમેન દ્વારા વિરોધ કરાયો
માલદીવના ત્રણ મંત્રીઓએ પીએમ મોદી વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. જો કે બાદમાં માલદીવ સરકારે રવિવારે એ મંત્રીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. પરંતુ માલદીવના મંત્રીઓની કરતૂત પછી ભારતમાં જે માલદીવ વિરુદ્ધ વાતાવરણ સર્જાયું છે તેમાં માલદીવની ઈકોનોમીને મોંઘું પડશે. ભારતની મોટી ઓનલાઈન ટ્રેવલ એજન્ટે માલદીવની તમામ ફલાઈટની બુકિંગ સસ્પેન્ડ કરી દીધી છે. ભારતના દિગ્ગજ લોકો પણ વિરોધ કરી રહ્યા છે. આવામાં ભારતી પર્યટકોએ માલદીવ તરફ જવાનું છોડી દેશે તો માલદીવની ઈકોનોમીને ભારે પડવાનું નક્કી. કારણ કે, ત્યાં સૌથી વધુ વિદેશી પર્યટકો ભારતથી જ જતા હોય છે.
દેશની અગ્રણી ઑનલાઈન ટ્રેવલ એજન્સી ઈઝી માય ટ્રિપના કૉ-ફાઉન્ડર અને સીઈઓ નિશાંત પિટ્ટીએ ટવિટ કરી માલદીવ જતી આવતી તમામ વિમાન સેવાના બુકિંગ કેન્સલ કરવાની સોશિયલ મીડિયા પર જાહેર કર્યું હતું. આ સિવાય અન્ય એજન્સીઓ પણ આવી જાહેરાત કરી શકે છે.
દેશના કારોબારીઓએ પણ ઘટનાને વખોડી
સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા લખે છે કે, “આપણા દેશમાં અકલ્પનીય સુંદર પર્યટન સ્થળો છે, જેને અત્યાર સુધી જાણી નથી શકાયું. શું તમારામાંથી કોઈ પણ માત્ર મારી પોસ્ટની ઈમેજીસથી આ ભારતી પર્યટક સ્વર્ગનું અનુમાન લગાવી શકો છો ?”
માલદીવ માટે ભારત સોનાની લગડી સમાન
માલદીવના ટુરિઝમ મિનિસ્ટ્રીના આંકડાઓ અનુસાર કૅલેન્ડર વર્ષ-2023 દરમિયાન કુલ 17.58 લાખ વિદેશી પર્યટકો માલદીવમાં આવ્યા હતા. તેમાં સૌથી વધુ ભારતીય પર્યટકો હતા. ભારત પછી રશિયાના પર્યટકો બીજા સ્થાને હતા. ગત વર્ષે 13 ડિસેમ્બર સુધી કુલ 2.9 લાખ કરતાં વધુ ભારતીય પ્રવાસીઓએ માલદીવ ભ્રમણ કર્યું હતું. જ્યારે રશિયા 2.8 લાખ પ્રવાસીઓ સાથે બીજા નંબર પર હતું. ત્રીજા સ્થાને ચીન હતું. હવે જો ભારતીય પર્યટકોને ત્યાં જતાં રોકવામાં આવે તો તમે સમજી શકો છો કે ત્યાની ઈકોનોમી પર શું અસર પડશે.


