- માલદીવની સરકારે સત્તાવાર કહ્યું કે ભારતે તમામ સૈન્ય જવાનોને પરત બોલાવી લીધા
- ચૂંટણી પ્રચારમાં મોહમ્મદ મોઈજ્જુએ ભારતીય જવાનોને પરત મોકલવાનો પ્રચાર કર્યો હતો
- માલદીવના રાષ્ટ્રપતિએ ભારતીય સૈનિકોને સ્વદેશ જવા 10 મેની ડેડલાઈન આપી હતી
પાડોશી દેશ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈજ્જુએ તેમના દેશથી ભારતીય સૈન્યને પરત જવા 10મેની ડેડલાઈન આપી હતી. આની પાછળનું કારણ મોહમ્મદ મોઈજ્જુ ચીનના સમર્થક નેતા મનાય છે. મોઈજ્જુ પણ ચૂંટણી પ્રચાર અભિયાનમાં માલદીવ તૈનાત આશરે 90 ભારતીય સૈનિકોને ભારત જવા પ્રચાર કર્યો હતો. માલદીવ રાષ્ટ્રપતિ કાર્યાલયના પ્રવક્તા હીના વલીદે જણાવ્યું કે માલદીવમાં તૈનાત રહેલા ભારતીય સૈનિકોનો છેલ્લો જથ્થો સ્વદેશ મોકલી દેવાયો છે. જો કે. તેમને ભારતીય સૈનિકોની યોગ્ય સંખ્યાની જાણકારી નહોતી આપી.
હીના વલીદે જણાવ્યું કે સૈનિકોની સંખ્યા અંગે બાદમાં જાણકારી અપાશે. ભારતીય સૈન્ય ભારતની તરફથી અપાયેલા બે ભેટ હેલિકોપ્ટર અને ડોનિયર વિમાનના સંચાલનના તેમજ મેઈન્ટેન્સ માટે માલદીવામાં તૈનાત હતા.
આની પહેલા માલદીવ સરકારે જાહેરાત કરી હતી કે 51 સૈનિકોને સોમવારે ભારત પરત મોકલી દીધા છે. સરકારે સત્તાવાર દસ્તાવેજને ટાંકીને માલદીવમાં 89 ભારતીય સૈનિકોની હાજરીની જાણકારી આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલને ગુરુવારે નવ મેએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભારતીય કર્મીઓનો પ્રથમ અને બીજો જથ્થો ભારત પરત આવ્યો છે અને ત્રણ ભારતીય વિમાન ઉડ્ડયન ફોરમનને સંચાલિત કરવા માટે હવે ભારતીય ટેક્નિકલ ક્રમચારીઓને સોંપવામાં આવ્યા છે. આ ઘટનાક્રમ માલદીવના વિદેશ પ્રધાન મુસા ઝમીર ભારતના પ્રવાસે છે તે દરમિયાન થઈ. તેમને ગુરુવારે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી.


