- પીએમ મોદી હાલમાં હતા લક્ષદ્વીપના પ્રવાસે
- દરિયાકિનારાની સુંદર પળો કરી હતી શેર
- જનતાને લક્ષદ્વીપની મુલાકાત લેવા કરી હતી અપીલ
પીએમ મોદી હાલમાં જ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. તેઓએ લક્ષ્યદ્વીપના સુંદર દરિયાકિનારા પર બેઠા હોય તથા ચાલી રહ્યા હોય તેવા વીડિયો પણ સામે આવ્યા હતા. જે જોઇને લક્ષ્ય દ્વીપની સુંદરતાના વખાણ કરો એટલા ઓછા પડે. પીએમ મોદીએ તો લક્ષ્યદ્વીપમાં સ્નોર્કલિંગ પણ કર્યું હતુ. સાથે જ પીએમ મોદીએ દેશવાસીઓને લક્ષદ્વીપ જવ અપીલ કરી હતી. તેવમાં હાલ એવી સ્થિતિ થઇ ગઇ છે કે લોકો લક્ષ્યદ્વીપને માલદીવ સાથે સરખાવવા લાગ્યા. લોકો જ નહી માલદીવની સરકાર પણ આવા દ્રશ્યો જોઇને બોખલાઇ ગઇ. તેના એક મંત્રીએ તો એવો બફાટ કર્યો કે હાલમાં બોયકોટમાલદીવ એવું સોશિયલ મીડિયામાં વૉર જોવા મળી રહ્યું છે.
PM મોદીએ શેર કરેલી તસવીરો જોઇને માલદીવ ભડક્યુ
PM મોદીએ લક્ષ્યદ્વીપની શેર કરેલી તસવીરો જોઇને ભલભલાનું મન તે જગ્યા જોવા માટે ખેંચાય છે. ત્યારે લાગે છે કે પીએમ મોદીની આ તસવીરો અને તેમણે કરેલી અપીલ સાંભળીને માલદીવ સરકારે ઉડતુ તીર માથે લઇ લીધુ હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે આપણા દેશની આવી અદભૂત જગ્યા વિશે જ્યારે કોઇ પીએમ જનતા સામે એક્સપ્લોર કરે. જનતાએ આવી જગ્યાઓ પર જવા માટે કહે ત્યારે ચોક્કસ વાત છે કે તે જગ્યામાં કંઇક તો સારુ હશે જ અને છેજ. લક્ષ્યદ્વીપનો અદભૂત દરિયાકિનારો, શાંત અને સોહામણી જગ્યા કોને જોવી ન ગમે. બસ તો પ્રવાસન ઉદ્યોગને વેગ મળે અને લોકો લાખો રૂપિયા ખર્ચીને બહાર જાય એના કરતા દેશમાં જ રહીને દેશમાં જ પોતાનો પૈસો વાપરે. કદાચ આવા જ આશયથી પીએમ મોદીએ આ જગ્યા શેર કરી હશે. પરંતુ અહીં તો માલદીવના મંત્રીઓને એવા મરચા લાગ્યા કે મનફાવે તેમ નિવેદનો કરવા લાગ્યા.
માલદીવના મંત્રીઓએ બફાટ કરવા લાગ્યા
માલદીવના મંત્રી અબ્દુલ્લા મોહજુમ મજીદે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, ‘માલદીવના પ્રવાસનને નિશાન બનાવવા માટે હું ભારતીય પ્રવાસનને શુભેચ્છા પાઠવું છું, પરંતુ ભારત અને અમારી વચ્ચે પર્યટનથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડશે. એકલા અમારા રિસોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમના સમગ્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં વધુ છે. આ પોસ્ટમાં પીએમ મોદીને પણ ટેગ કરવામાં આવ્યા હતા. તો માલદીવના અન્ય એક નેતા ઝાહિદ રમીઝે સોશિયલ મીડિયા પર PM મોદી દ્વારા લક્ષદ્વીપમાં પ્રવાસન વધારવા વિશે લખ્યું, નિઃસંકોચ પણે આ એક સારુ પગલુ છે. પરંતુ અમારા સાથે સ્પર્ધામાં ઉતરવુ એ એક ભ્રમ છે. શું તેઓ અમારા જેવી સર્વિસ આપશે ? સાથે જ તેઓ બીચને સાફ રાખી શકશે ? જોકે આવા નિવેદનો બાદ સોશિયલ મીડિયામાં વૉર શરૂ થઇ ગયુ છે. જનતા હેશટેગમાલદીવના ટેગ સાથે વળતો જવાબ આપી રહી છે.


