- માલદીવના આર્થિક વિકાસ અને વ્યાપાર મંત્રી મોહમ્મદ સઈદ હાલ ચીનના પ્રવાસે
- ભારત અને માલદીવના સંબંધોમાં ફરી એક ફણગો
- રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુના વલણમાં ફરી ફેરફાર
ભારત અને માલદીવના સંબંધોમાં આવેલી કડવાશ હવે દૂર થતી નજરે આવી રહી છે. બંને દેશ વચ્ચે સંબંધ સામાન્ય થઈ રહ્યા છે. અને આ બધાનું કારણ છે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુના વલણમાં આવેલો બદલાવ છે. આ દરમિયાન ચીનના પ્રવાસે પહોંચેલા માલદીવના એક સિનિયર મંત્રીએ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જની તાજેતરની નવી દિલ્હી યાત્રા અને પર્યટન નિર્ભર અર્થવ્યવસ્થા માટે ભારત સાથે સંબંધોના મહત્ત્વને વાત કરી છે.
મુઈજ્જુને ચીનના ટેકેદાર મનાય છે
માલદીવના આર્થિક અને વેપાર મંત્રી મોહમ્મદ સઈદની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે રાષ્ટ્રપતિ મુઈજ્જુ ભારતના પ્રવાસ પછી માલદીવ-ભારતની સાથે સંબંધોને નવી જ રીતે સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. મોહમ્મદ મુઈજ્જુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા નવમી જૂને ભારત ગયા હતા. મુઈજ્જુને ચીનના ટેકેદાર મનાય છે.
ભારત અને માલદીવ વચ્ચે સારા સંબંધો
“રાષ્ટ્રપતિ મુઈજ્જુએ પુનરોચ્ચાર કર્યો છે કે ભારત અમારો સૌથી નજીકનો પાડોશી છે,” મોહમ્મદ સઈદે, જેઓ ડાલિયાનમાં 15મી વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભાગ લઈ રહ્યા છે, તેમણે ‘ટેન્શન’ પરના એક પ્રશ્નના જવાબમાં કહ્યું, ” ભારત અને માલદીવના સંબંધો લાંબા સમયથી સારા છે. ખાસ કરીને ભારતમાંથી આવતા પ્રવાસીઓની દ્રષ્ટિએ ભારત આપણા માટે સૌથી મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળો પૈકીનું એક છે. માલદીવમાં ભારતનું ઘણું રોકાણ છે, ખાસ કરીને પ્રવાસન ક્ષેત્રે.
મુઈજ્જુ ભારત આવ્યા હતા
નવી દિલ્હીથી માલે પરત ફરતી વખતે, રાષ્ટ્રપતિ મુઈજ્જુએ વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે તેમની ભારતની સત્તાવાર મુલાકાતને માલદીવ માટે ‘નોંધપાત્ર સફળતા’ ગણાવી હતી. મુઈઝુએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો માલદીવ અને માલદીવના નાગરિકોને સમૃદ્ધિ લાવશે. સઈદ ચીનની મુલાકાત લેનાર માલદીવના પ્રથમ મંત્રી છે. અગાઉ જાન્યુઆરીમાં મુઈજ્જુ બેઈજિંગની મુલાકાતે ગયા હતા.


