બે દિવસમાં કુલ 36 કરોડની જમીન ખાલી કરાવાઈ
રાજકોટ શહેર તથા જિલ્લામાં સરકારી જમીન ઉપર વર્ષોથી ખડકી દેવાયેલા દબાણો દૂર કરવાની કામગીરી ગઈકાલથી શરૂ કરવામાં આવી છે જેમાં આજે સવારે વાવડીમા રૂપિયા 21 કરોડની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ દુર કરાવી અને જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ દુર કરવા માટે જીલ્લા કલેકટરે આપેલી સુચના મુજબ જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે જેમાં ગઈ કણકોટ માંથી ગેરકાયદે બાંધકામ દુર કરવામાં આવ્યા બાદ આજે સવારે મામલતદાર રાજકોટ ( દક્ષિણ )ની ટીમ દ્વારા આજ રોજ મોજે માવડીના સરકારી ખરાબા રે.સ. ૧૯૪ પૈકીની અતીકિંમતી જમીન અંદાજે બજાર કિંમત ૨૧ કરોડની ૩૦૦૦ વાર જગ્યા પર આવેલ છુટા છવાયેલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા આમ બે દિવસમાં 36 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી આ દબાણ હટાવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનિય ધટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો .


