રાત્રે 12 વાગ્યા પછી આવી ચઢેલો તસ્કર મશીન ન ખૂલતા પરત ફર્યો
ચોરીના ઈરાદે ઘૂસેલા શખસે મશીનના ડ્રોવરનો દરવાજો તોડવાના અનેક પ્રયત્નો
સીસીટીવી ચેક કરતા એક યુવક ચોરીનો પ્રયાસ કરતો હોવાનું સામે આવ્યું
માણસા શહેરમાં દરબારગઢ પાસે આવેલ સ્ટેટ બેન્ક ઓફ્ ઇન્ડિયાનું એ.ટી.એમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. રાત્રે ચોરીના ઈરાદે ઘૂસેલા શખસે મશીનના ડ્રોવરનો દરવાજો તોડવાના અનેક પ્રયત્નો કર્યા હતા. જોકે મશીન તોડવામાં સફ્ળતા ન મળતા ચોર ત્યાંથી ભાગી છૂટયો હતો. સમગ્ર બનાવ બાબતે બેંક મેનેજરને સવારે જાણ થતા તેમણે તાત્કાલિક માણસા પોલીસને જાણ કરી હતી.પોલીસે અહીં લગાવવામાં આવેલા સીસીટીવી ચેક કરતા એક યુવક ચોરીનો પ્રયાસ કરતો હોવાનું સામે આવ્યું હતું.જેના આધારે આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
માણસા શહેરમાં દરબારગઢ પાસે આવેલી સ્ટેટ બેંક ઓફ્ ઇન્ડિયાનું એ.ટી.એમ બેંકની સામે આવેલું છે. જેમાં ગઈકાલે રાત્રે ખભે થેલો ભરાવેલો 25 થી 30 વર્ષનો યુવક એટીએમ પાસે આવ્યો હતો.ચોરી કરવાના ઇરાદે અંદર જઈ મશીનના ડ્રોવરનો દરવાજો અને એટીએમ તોડવાનો પ્રયાસ કરે છે.જોકે તે સફ્ળ ન થતાં ત્યાંથી તે ચાલ્યો જાય છે. જે બાબતની જાણ સવારે બેંકના મેનેજર ભગીરથ શુકલને થઈ હતી.જેથી તેઓએ તાત્કાલિક આ બાબતે માણસા પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર આવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં રાત્રિના 12 વાગ્યા પછી આ યુવક અહીં આવ્યો હતો.ચોરીનો નવો નિશાળીયો હોય તેમ યુવકને મોંઢા પર રૂમાલ કે કઈ બાંધ્યું પણ ન હતું.જેને પગલે તેઓને ચહેરો સ્પષ્ટ રીતે સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. જેને પગલે પોલીસે સમગ્ર મુદ્દે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી દીધી છે.
સિક્યુરિટી એલાર્મ ન વાગતાં આૃર્ય સર્જાયું!
સામાન્ય રીતે એટીએમ તોડવાના પ્રયાસમાં સિક્યુરિટી એલાર્મ વાગતું હોય છે.જોકે અહીં એલાર્મ ન વાગતાં આૃર્ચ સર્જાયું હતું. જેને પગલે આરોપીએ એટીએમ તોડતાં પહેલાં વાયર કાપીને સિસ્ટમ બંધ કરી હતી કે કેમ તે એક સવાલ છે.ત્યારે આરોપી એકલો જ આવ્યો હતો કે અન્ય કોઈ તેની સાથે હતું,કોઈ વાહન પર આવ્યો હતો કે આસપાસના જ વિસ્તારમાં ચાલતા આવ્યો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી હતી.


