આ વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરવા માટે એવું મગજ વાપર્યું કે મુસાફરી કરનાર દરેક વ્યક્તિ તેના વિશે જાણીને હેરાન છે અને તેની આ યુક્તિની પ્રશંસા કરી રહ્યું છે. તેમની આ યુક્તિ વિશે જાણ્યા પછી રેલવે પણ કંઈ કરી શક્યું નહીં. તો ચાલો તમને જણાવીએ તેની આ ખાસ ટ્રીક…
આજે પણ રેલ્વે એ લોકોનું ફેવરીટ અને આર્થિક મુસાફરીનું સાધન છે. જો કોઈને દૂરના સ્થળે જવું હોય તો લોકો સૌથી પહેલા ટ્રેનની ટિકીટ ચેક કરે છે. જો કે ઘણા લોકો એવા છે જેઓ ટ્રેનમાં મુસાફરી કરે છે, પરંતુ તેમને ટિકિટ ખરીદવી ભારે લાગે છે. ઘણા લોકો ટિકીટ વિના મુસાફરી કરવાની મજા માણે છે પરંતુ ક્યારેક ટિકિટ ચેકિંગમાં ફસાઈ જાય તો તેને ભારે દંડ ભરવો પડે છે. બાય ધ વે, એક વ્યક્તિએ એવા જુગાડનો ઉપયોગ કર્યો કે જેના દ્વારા તે એક પણ રૂપિયો ખર્ચ્યા વિના એક વર્ષ સુધી ટ્રેનમાં મુસાફરી કરી શકે. આ સમયમાં તેણે આશરે રૂ. 1.06 લાખની ટ્રેનની ટિકીટની બચત કરી હતી. હદ તો એ છે કે તેના જુગાડ વિશે જાણ્યા પછી પણ રેલવે કંઈ કરી શકી નથી.
તમે વિચારી રહ્યા હશો કે આ વ્યક્તિ કોણ છે અને તે કેવી રીતે રેલવે સાથે આટલી બધી છેતરપિંડી કરતો રહ્યો. ખરેખર, આ વ્યક્તિનું નામ એડ વાઈસ છે, જે બ્રિટનમાં રહે છે. તે ટ્રેનમાં મફત મુસાફરી કરવા માટે એટલો મક્કમ હતો કે તેના વિશે જાણનાર દરેક વ્યક્તિ તેના વખાણ કરે છે. તો ચાલો તમને જણાવીએ તેમની આ ખાસ ટ્રીક…
આ રીતે તેણે ટ્રેન સાથે કરી છેતરપીડીં
29 વર્ષીનો એડવાઇઝ ફાઇનાન્સ લેખક છે. તેણે ટ્રેનના સમય અને વિલંબની પેટર્નનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો, જેનાથી તેને ખ્યાલ આવ્યો કે ટ્રેન ક્યારે મોડી થશે અને ક્યારે તેને સંપૂર્ણ રિફંડ મળી શકશે. ત્યારપછી તેણે પૂરા પ્લાનિંગ સાથે ટિકિટો બુક કરાવી જેથી તેને દરેક વખતે પૂરા પૈસા પાછા મળી શકે.આ પદ્ધતિનો ઉપયોગ કરીને, તેણે 2023 માં કરેલી તમામ ટ્રિપ્સના પૈસા પાછા મેળવ્યા. તેમની યોજનાએ તેમને માત્ર ત્રણ વર્ષમાં ₹1.06 લાખથી વધુની બચત કરવામાં મદદ કરી.
વાસ્તવમાં, બ્રિટનમાં ટ્રેન મોડી પડે તો નિયમો અનુસાર, જો ટ્રેન 15 મિનિટ મોડી થાય છે તો 25% રિફંડ આપવામાં આવે છે, જો ટ્રેન 30 મિનિટ મોડી થાય છે તો 50% રિફંડ આપવામાં આવે છે અને જો ટ્રેન એક કલાકથી વધુ મોડી થાય છે તો સંપૂર્ણ પૈસા પાછા આપવામાં આવે છે. એડવાઈઝે આ પોલિસીનો સંપૂર્ણ લાભ લીધો. તેમને જાણવા મળ્યું કે હડતાલ, જાળવણી અને ખરાબ હવામાન ટ્રેનના વિલંબના મુખ્ય કારણો છે.આના આધારે, તેણે એવા સમયે તેની મુસાફરીનું આયોજન કર્યું જ્યારે ટ્રેન મોડી પડવાની સંભાવના વધારે હતી અને તેને મહત્તમ રિફંડ મળી શકે.


