- મણિપુરમાં જાતિગત હિંસાઓ વધી
- વિપક્ષી પાર્ટીઓને છે પીએમ મોદીને મળવાની ઇચ્છા
- પીએમ મોદી મણિપુરમાં શાંતિ લાવે તેવી આશા
મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઇ રહી. એકબાદ એક હિંસાની ઘટના સામે આવી રહી છે. બે સમુદાયો વચ્ચે ચાલી રહેલી લડાઇને લઇને હિંસાના બનાવો વધી રહ્યા છે. તેવામાં I.N.D.I.A. ગઠબંધનના કેટલાક વિપક્ષી પક્ષોએ મણિપુરના ગવર્નર અનુસુયા ઉઇકેને મળ્યા હતા. તેઓએ મણિપુરમાં ચાલી રહેલી જાતિ હિંસા બાદ ઉદ્ભવતા તણાવને લઈને મુલાકાત કરી હતી.
શાંતિ લાવવાની એકમાત્રા આશા PM મોદી
MPCC, JDU, CPI, CPI(M), AAP, RSP, NCP, શિવસેના (UBT), AIFB અને AITC મણિપુરના ગર્વનરને મળ્યા હતા. તેઓએ મણિપુરમાં જાતિ હિંસા અટકાવવા સહિત વિવિધ માંગણીઓને લઇને પીએમ મોદીને મળવા માગે છે તેને લઇને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. રાજ્યપાલને મળ્યા બાદ મણિપુરના પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા ઓ ઈબોબી સિંહે કહ્યું, કે અમે માનીએ છીએ કે પીએમ મોદી રાજ્યમાં શાંતિ લાવવાની એકમાત્ર આશા છે.’
‘હિંસાનો ઉકેલ શોધીશું’
વિરોધ પક્ષોએ કહ્યું કે દસ રાજકીય પક્ષોના નેતાઓએ વચન આપ્યું છે કે તેઓ પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ચાલી રહેલી હિંસાનો ઉકેલ શોધી કાઢશે. તેઓએ વધુમાં કહ્યું કે જો પીએમ મોદી વ્યસ્ત હોય તો તેઓ દિલ્હી જઈને તેમને મળવા તૈયાર છે. કોંગ્રેસના નેતા ઓ ઇબોબી સિંહે કહ્યું, ‘મણિપુરમાં આ ચાલી રહેલ જાતિ સંઘર્ષ 6 મહિનાથી વધુ સમયથી ચાલી રહ્યો છે અને આ સંઘર્ષમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે. મણિપુરમાં 60 હજાર લોકોનું આંતરિક વિસ્થાપન થયું છે. કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે મણિપુરના સ્થાનિક લોકો રાહત શિબિરોમાં અમાનવીય સ્થિતિમાં જીવી રહ્યા છે અને તેમના માટે કોઈ કામ કરતું નથી.
લોકોમાં અવિશ્વાસનું વાતાવરણ
કોંગ્રેસના નેતા ઓ ઈબોબી સિંહે કહ્યું કે, રાજ્ય સરકાર પ્રત્યે લોકોમાં અવિશ્વાસનું વાતાવરણ છે. આ અવિશ્વાસને કેન્દ્ર સરકાર જ રોકી શકે છે.