- મણિપુરમાં હથિયાર લૂંટ મામલે CBI આવી એક્શનમાં
- હથિયાર લૂંટના કેસમાં 7 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ
- 3 ઓગસ્ટના રોજ તત્વોએ બિષ્ણુપુરના નરસિના ખાતે ચલાવી હતી લૂંટ
CBIએ મણિપુર હિંસા દરમિયાન બિષ્ણુપુર પોલીસ શસ્ત્રાગારમાંથી હથિયારો અને દારૂગોળાની લૂંટના કેસમાં 7 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી કે, લૈશરામ પ્રેમ સિંહ, ઘુમુકચમ ધીરેન ઉર્ફે થપકાપા, મોઇરાંગથેમ આનંદ સિંહ, અથોકપમ કાજીત ઉર્ફે કિશોરજીત, લૌકરકપમ માઈકલ મંગંગચા ઉર્ફે માઈકલ, કોંથૌજમ રોમોજિત મેતી ઉર્ફે રોમોજીત અને કીશમ જોન્સન ઉર્ફે જોનસન નામના આરોપી સામે કાર્યવાહી કરાઇ છે.
શું હતો સમગ્ર મામલો?
ગયા વર્ષે 3 ઓગસ્ટના રોજ અસામાજીક તત્વોના ટોળાએ બિષ્ણુપુરના નરસિના ખાતે 2જી ઈન્ડિયા રિઝર્વ બટાલિયન હેડક્વાર્ટરના બે રૂમમાંથી 300 શસ્ત્રો, 19,800 ગોળીઓ અને અન્ય વસ્તુઓની લૂંટ કરી હતી. ચુરાચંદપુર તરફ કૂચ કરવા માટે નરસિના ખાતે લોકોની ભીડ એકઠી થઈ હતી, જ્યાં આદિવાસીઓ 3 મેના રોજ રાજ્યમાં ફાટી નીકળેલી જાતિ હિંસામાં માર્યા ગયેલા સમુદાયના લોકોને સામૂહિક દફન કરવાની યોજના બનાવી રહ્યા હતા.


