કાલે વોર્ડ નં.૮, ૧૦ અને ૧૧માં, સોમવારે ૬, ૧૫, ૧૭ અને ૧૮માં સેકડો પરિવાર તરસ્યા રહેશે
એકબાજુ નર્મદા મૈયાએ આજી ડેમ છલકાવી દીધો, ભાદરમાં પર્યાપ્ત પાણી જ્યારે ન્યારીમાં નર્મદા ઠલવવાનું ચાલુ, છતા છતે પાણીએ પાણીકાપનો સીલસીલો યથાવત
રાજકોટમાં છતે પાણીએ પાણીકાપનો સીલસીલો અટકવાનું નામ લેતો નથી. એકબાજુ નર્મદા મૈયાએ આજી ડેમ છલકાવી દીધો છે. અને બીજીબાજુ કોઇને કોઇ કારણોસર પાણીકાપ ઝિંકાઇ રહ્યો છે. રાજકોટના ઘરઆંગણેના જળાશયો આજી-૧ ડેમમાં ચોમાસા સુધી ચાલે તેટલુ નર્મદાનીર ઠલવીને ડેમ છલછલ કરી દેવામા આવ્યો છે. તો બીજીબાજુ ભાદર ડેમમાં પણ પર્યાપ્ત માત્રામાં જળજથ્થો છે. જ્યારે ન્યૂ રાજકોટની જીવાદોરી ન્યારી-૧ ડેમમાં નર્મદા નીર ઠલવવાનું ચાલુ છે. સ્થાનિક મુખ્ય ત્રણેય જળાશયમાં છતે પાણીએ પાણીકાપના કોરડા વિંઝાઇ રહ્યા છે. હવે તા. 18ના રોજ ન્યૂ રાજકોટના વોર્ડ નં. 8, 10 અને 11 પાર્ટ તથા તા.19ના રોજ વોર્ડ નં.6, 15, 17, 18 પાર્ટમાં પાણીકાપ ઝિંકવામા આવ્યો છે.
રવિવારે મવડી પુનિતનગર હેડવર્કસ હેઠળના વેસ્ટ ઝોનના 3 વોર્ડ અને સોમવારે વિનોદનગર તથા દૂધસાગર હેડવર્કસ હેઠળના વિસ્તારોમાં પાણી બંધ રહેશે. વોટર વર્કસ વિભાગે જાહેર કરેલી સત્તાવાર યાદી મુજબ તા.18ના સવારે 11 વાગ્યા સુધીના જે વિસ્તારોમાં પાણી વિતરણ થાય છે તે મવડીના પુનિતનગર હેડવર્કસ હેઠળના વોર્ડ નં.8, 10 અને 11 પાર્ટમાં પાણી નહીં મળે.
તા.19ના પૂર્વ ઝોનના ચાર પાર્ટ વોર્ડમાં પાણી બંધ રાખવામાં આવશે. ઇસ્ટ ઝોનના આજી ફિલ્ટર પ્લાન્ટ-3 પરના પમ્પીંગ સ્ટેશનની મશીનરી બદલવાની કામગીરી તથા આજી ફિલ્ટરથી દૂધસાગર હેડવર્કસ સુધીની જુની પાઇપલાઇનનું નવી લાઇનમાં જોડાણ કરવા માટે આ શટડાઉન લેવામાં આવ્યું છે. જે વિસ્તારોમાં તબકકાવાર બે દિવસ પાણી વિતરણ બંધ રાખવામા આવશે.
રવિવારે આટલી સોસાયટીમાં પાણી નહીં મળે
વોર્ડ નં. 8ના રામધામ, ન્યુ કોલેજવાડી, નવજયોત પાર્ક, જગન્નાથ પ્લોટ, સાંઇનગર, બ્રહ્મકુંજ સોસા., ગુલાબ વિહાર સોસા., ચંદ્ર પાર્ક સોસા., ગુરૂદેવ પાર્ક, શાકેત પાર્ક, પ્રદ્યુમન પાર્ક, ગોલ્ડન પાર્ક
વોર્ડ નં. 1૦ના જય પાર્ક, સ્વાટતિ પાર્ક, પાવન પાર્ક, નિધિ કર્મચારી સોસા., મારૂતિ સોસા., અલય પાર્ક-1, સત્યમ પાર્ક, દિપવન પાર્ક, શિવમ પાર્ક, શિવદ્રષ્ટિ સોસા., વોર્ડ નં. 11માં બેકબોન સોસાયટી, અર્જુન પાર્ક, ત્રાયસ સોસાયટી, જુનું ઓમનગર, ઓમનગર પાર્ટ-(એ), ધરમનગર પાર્ટ, લક્ષ્મી સોસા., વલ્લભ વિદ્યાનગર, સરદાર પટેલ પાર્ક, બેકબોન પાર્ક, જલારામ પાર્ક સોસા., પટેલનગર, મુરલીધર સોસા., ન્યુ ગાંધીનગર સોસા., આકાશદિપ સોસા., માટેલ સોસા., સ્વામિ નારાયણ સોસા., નાગબાઇ પાર્ક, અર્જુન પાર્ક, તાપસ સોસા., ઉપાસના પાર્ક, તુલશી પાર્ક, ગોવિંદરત્નદ સોસા., ગોવિંદરત્ન વિલા, ગોવિંદરત્નલ આવાસ યોજના, મવડી ગામતળમાં પાણી વિતરણ નહીં થાય.
સોમવારે આટલી સોસાયટીમાં પાણી વિતરણ નહીં થાય.
વોર્ડ નં. 17માં બાબરીયા કોલોની,અયોઘ્યા સોસાયટી, સુભાષ નગર અઇઈ,આશાપુરા નગર, કોઠારિયા રોડ,જમના નગર,હકરીઘવા રોડ,કિરણ સોસાયટી, સુભાષ નગર 6,નહેરૂનગર,જૂનું સુભાષ નગર, રાજલક્ષ્મી સોસાયટી, કામનાથ સોસાયટી, વિશ્રાન્તિ નગર, વિક્રાંતિ નગર, હુડકો-અ અને ઇ, મોરારીનગર., વોર્ડ નં. 18માં રાધાકૃષ્ણાનગર, રાધાનગર, રેઇનબો સોસાયટી, જવાહરનગર, શિવપાર્ક, શ્રદ્ધાપાર્ક, શિવશ્રધ્ધા સોસાયટી, શ્રધ્ધાદીપ સોસાયટી, ગ્રીનપાર્ક, શ્રધ્ધાપુરી સોસાયટી, રાધાક્રિષ્ણાનગર, સુખરામ સોસાયટી, વિનોદનગર, ભવનાથપાર્ક-1, ભવનાથપાર્ક-રંગીલાપાર્ક, પુરૂષાર્થ સોસાયટી, લાલપાર્ક, પારસ સોસાયટી, રજત સોસાયટી, શ્યામપાર્ક, શ્રધ્ધાનગર, ન્યું ગોપવંદના, ન્યું સર્વોદય સોસાયટી, સરદાર વલ્લભભાઇ સોસાયટી, ગુરૂકૃપા સોસાયટી, ઓમ તિરૂપતિ બાલાજી પાર્ક, બાલાજીપાર્ક (સુચિત) ધરમનગર(સુચિત), લક્ષ્મણપાર્ક, વોર્ડ નં. 6માં સદગુરૂ રણછોડનગર પાર્ટ-1,નવજીવન પાર્ક,જમાઈ પરા,શક્તી સોસા.(પાર્ટ),કબીરવન (પાર્ટ-1,2),શિવમ પાર્ક,મેહુલ નગર,સદગુરૂ રણછોડનગર પાર્ટ-2,ભોજલરામ સોસા.,ગઢીયા નગર-પાર્ટ-3, કનક નગર,એવન્યુ પાર્ક, સિદ્ધાર્થ પાર્ક, સંજય નગર, રાજારામ સોસા.,ન્યુ શકિત સોસા.,મહેશ નગર, શ્યામ નગર, ગોકુલ નગર, ગોકુલ નગર (આવાસ યોજના), બાલકૃષ્ણ સોસા., શકિત સોસા., ગુ.હા.બોર્ડ સિંગળિયા, આકાશદીપ સોસા., રિદ્ધિ સિદ્ધિ સોસા., સાગરનગર, મંછાનગર, બેટ દ્વારકા.
વોર્ડ નં. 15 : મનહર મફતીયાપરા સંપૂર્ણ (શે.નં.-1 થી 7, લાખાજીરાજ શ્રમજીવી સંપૂર્ણ (શે.ન.-1 થી 6), ફારૂકી સોસા., ભગવતી સોસા. સંપૂર્ણ (શે.ન.-1 થી 6), જગદીશનગર, ભૈયાવાડી (કોલોની), ગંજીવાડા શે. ન.-19 થી 40, 44 થી 64, 66, 68, 71 થી 75, માજોઠીનગરમાં પાણી વિતરણ નહીં થાય.
એકઝોનમાંથી બીજા ઝોનમાં પાણી સપ્લાય કરવા એક્સપ્રેસ ફીડરલાઇનની વ્યવસ્થા છતા, પાણીકાપ?
વોટર વકર્સ શાખાની વ્યવસ્થા મુજબ શહેર ત્રણ ઝોનમાં વિભાજીત છે. એકઝોનમાંથી બીજા ઝોનમાં પાણી સપ્લાય કરી શકાય તે માટે કરોડો રૂપિયાના ખર્ચે એક્સપ્રેસ ફીડરલાઇન નાખવામા આવેલી છે. પરંતુ મેઇન્ટેનન્સના નામે પાઇપલાઇનમાં શર્ટ ડાઉન લેવામા આવે ત્યારે એક્સપ્રેસ ફીડરલાઇનનો મહતમ ઉપયોગ કરીને પાણી વિતરણ વ્યવસ્થા રાબેતામુજબ રાખવામા મનપાના કહેવાતા કુશળ ઇજનેરોનું પાણી મપાઇ જાય છે!