- મનોજ જરાંગેએ 17 દિવસની ભૂખ હડતાળ સમેટી
- મરાઠા ક્વોટાને લઇને આંદોલન કરી રહ્યા હતા મનોજ જરાંગે
- હવે દરેક ગામની મુલાકાત લેવા જશે
મરાઠા આરક્ષણ મામલે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારને મોટી રાહત મળી છે. મરાઠા ક્વોટાને લઈને આંદોલન કરી રહેલા મનોજ જરાંગે પાટીલે તેમની 17 દિવસની ભૂખ હડતાળ પાછી ખેંચી લીધી છે. એકનાથ શિંદે દ્વારા તેમને ચેતવણી આપવામાં આવી હતી કે હવે હદ વટાવશો નહીં. એવું માનવામાં આવે છે કે મનોજ જરાંગે પાટીલે સીએમ શિંદેના કડક વલણ બાદ જ આ નિર્ણય લીધો છે.
મરાઠા સમુદાયના દરેક ગામની મુલાકાત કરીશ
મહારાષ્ટ્રમા જાલનામાં મરાઠા અનામત કાર્યકર્તા મનોજ જારાંગે પાટીલે 17દિવસ લાંબો આજે બપોરે તોડ્યો હતો. તેમણે કહ્યું કે હું એક કે બે દિવસ હોસ્પિટલમાં રહીશ પછી ફરી મરાઠા સમુદાયના સભ્યોને મળીને દરેક ગામની મુલાકાત કરીશ.
કેમ કરી હતી ભૂખ હડતાળ ?
મહત્વનું છે કે લાંબા સમયથી આંદોલન થયા બાદ મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું અને 10 ટકા મરાઠા ક્વોટાને મંજૂરી આપવામાં આવી. આ અંતર્ગત સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા અનામત આપવાની છે. મનોજ જરાંગે પાટીલે પણ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે સરકારે અલગથી 10 ટકા અનામત આપવાને બદલે મરાઠા સમુદાયને OBC ક્વોટા આપવો જોઈએ. જો મરાઠા સમુદાયને OBCમાં સામેલ કરવામાં આવે તો તેમને 50 ટકા જાતિ અનામતની મર્યાદા તોડ્યા વિના ક્વોટા મળશે. આ માટે તેમણે 17 દિવસની ભૂખ હડતાળની જાહેરાત કરી હતી.


