- સોમાલિયા પાસે મર્ચન્ટશીપ લીલા નોરફોક થયું હાઈજેક
- મરીન કમાન્ડો માર્કોસ ઓપરેશન માટે તૈયાર
- ક્રૂ મેમ્બર સાથે કોમ્યુનિકેશન સ્થાપિત કરી દેવામાં આવ્યું
સોમાલિયા પાસે હાઈજેક કરવામાં આવેલ મર્ચન્ટશીપને લઈને મોટી અપડેટ સામે આવી છે. મળતી માહિતી મુજબ, જહાજ પર સવાર ભારતીય દળ સુરક્ષિત છે અને મરીન કમાન્ડો માર્કોસ ઓપરેશન માટે તૈયાર છે.
‘MV લીલા નોરફોક’ નામના આ જહાજના અપહરણની માહિતી ગુરુવારે સાંજે મળી હતી. સોમાલિયાના કિનારેથી હાઇજેક કરાયેલા આ જહાજ પર લાઇબેરિયાનો ધ્વજ છે. ભારતીય નૌકાદળના વિમાનો સતત જહાજ પર નજર રાખી રહ્યા છે. ભારતીય નૌસેનાના મરીન કમાન્ડોએ હાઇજેકર્સને ઠાર માર્યા છે.
મળતી માહિતી મુજબ મરીન કમાન્ડો માર્કોસ ઓપરેશન માટે તૈયાર છે. ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ INS ચેન્નાઈ સોમાલિયાના દરિયાકાંઠે અપહરણ કરાયેલા જહાજ એમવી લીલા નોરફોક સુધી પહોંચી ગયું હોવાની માહિતી લશ્કરી અધિકારીઓએ આપી છે. ભારતીય યુદ્ધ જહાજએ તેનું હેલિકોપ્ટર લેન્ડ કર્યું છે અને હાઈજેક કરવામાં આવેલ જહાજને છોડી દેવા માટે ચાંચિયાઓને ચેતવણી આપી હતી. જહાજ પર સવાર ભારતીય ક્રૂ સલામત છે અને મરીન કમાન્ડો માર્કોસ ઓપરેશન માટે તૈયાર છે.
જણાવી દઈએ કે, સોમાલિયા પાસે એક જહાજ હાઈજેક કરવામાં આવ્યું છે. જેમાં, 15 ભારતીય ક્રૂ મેમ્બર્સ પણ સવાર છે. ‘MV લીલા નોરફોક’ નામના આ જહાજને સોમાલિયાની દરિયાઈ સરહદ પાસે હાઈજેક કરવામાં આવ્યું છે. હાઈજેકની માહિતી મળ્યા બાદ ભારતીય નૌકાદળ સક્રિય થઈ ગયું. નેવીએ તેના એક યુદ્ધ જહાજ INS ચેન્નાઈને અપહરણ કરાયેલા જહાજ તરફ મોકલ્યું છે. નેવીનું કહેવું છે કે અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ.


