સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થાય છે. આ વીડિયો એવા હોય છે કે ઘણી વાર નવાઇ લાગે કે આવું તો હોય. અને ઘણીવાર આપણે હસી હસીને લોટપોટ થઇ જઇએ. ત્યારે હાલમાં એક વીડિયો માર્ક ઝકરબર્ગનો વાયરલ થયો છે. હંમેશા સિમ્પલ કપડામાં દેખાતા માર્ક ઝકરબર્ગ સ્ટાઇલિશ દેખાઇ રહ્યા છે. જો કે વીડિયોમાં બીજા ઘણા ટ્વિસ્ટ છે. શું છે સમગ્ર વિગત, આવો જાણીએ.
ઝકરબર્ગે શેર કર્યો વીડિયો
Meta CEO માર્ક ઝકરબર્ગને આખી દુનિયા જાણે છે. માર્ક દુનિયાના સૌથી અમીર લોકોમાંથી એક છે પરંતુ હાલમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તેમને રેસલર બરાબરની પિટાઇ કરતો જોવા મળે છે. જો કે આ રેસલર બીજું કોઈ નહીં પણ જોન સીના છે. જેમણે એક જ પંચ મારીને માર્કને તેના હવા ઉલાળી દીધા છે. પરંતુ આ પછી માર્ક અને સિંગર બેન્સન બૂન વચ્ચે તલવારબાજી થતી જોવા મળે છે. જો કે આ કોઇ ફિલ્મનું દ્રશ્ય નથી. ઝકરબર્ગે પોતે જ આ વીડિયો શેર કર્યો છે.
સ્ટાઇલિશ અંદાજમાં માર્ક
સવાલ એ થાય કે સિમ્પલ અને સરળ જોવા મળતા માર્ક ઝકરબર્ગનો આવો અંદાજ કેમ. આવો સવાલ થાય ત્યારે તમને જણાવીએ કે આ એક કર્મશિયલ એડ છે. જે Ray-Ban ચશ્મા કંપની EssilorLuxottica એ Meta સાથે તેની ભાગીદારી લંબાવી છે. જેની ઝલક માર્ક ઝકરબર્ગ ચાહકોને આ વીડિયો શેર કરીને આપી છે. જો કે આ તો રો ફૂટેજ છે. જેમાં માર્કની સાથે WWE સ્ટાર જોન સીના, ગાયક બેન્સન બૂન અને ફિલ્મ નિર્માતા મેથ્યુ વોન પણ જોવા મળી રહ્યા છે.
ક્લિપ બતાવે છે કે ઝુકરબર્ગ જ્હોન સીનાના પંચ દ્વારા હવામાં ફેંકાઈ રહ્યો છે અને બાદમાં બૂન સાથે તેની તલવારબાજીનું કૌશલ્ય પ્રદર્શન કરી રહ્યો છે. વીડિયોની ખાસ વાત એ છે કે આ દરમિયાન તેણે રે બનના સ્માર્ટ ચશ્મા પહેર્યા છે.
વિડિયોની શરૂઆતમાં ઝકરબર્ગના હાથોમાં આગ દેખાઈ રહી છે, પછીના સીનમાં માર્ક એક પછી એક બધાને મળે છે. આ પછી એક શૂટિંગ સીન છે જેમાં જૉન સીના ઝકરબર્ગે મુક્કો મારે છે અને તે હવામાં ઉડીને પુલ પર પડી જાય છે. આગળ તેની બૂન સાથે તલવારની લડાઈ છે. તેમાં ખૂબ જ નાટકીય દ્રશ્યો છે. વીડિયો શેર કરતી વખતે ઝકરબર્ગે લખ્યું, ‘હું મેથ્યુ વોન, જોન સીના, બેન્સન બૂન અને સ્ટંટ-નટ્સ સાથે કંઈક કરવા જઈ રહ્યા છીએ. ઝકરબર્ગ દ્વારા આ વીડિયોને 27 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને લોકો તેના પર ઘણી શાનદાર કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
ઝકરબર્ગ ઑન ફાયર !!
સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા યુઝર્સ અનોખી કમેન્ટ કરી રહ્યા છે. કોઇ લખી રહ્યું છે ઝકરબર્ગ ઓન ફાયર, તો કોઇ આ દ્રશ્યોની ટર્મિનેટર મૂવીની સાથે સરખામણી કરી રહ્યું છે. મહત્વનું છે કે EssilorLuxottica અને Meta 2019 થી સાથે મળીને કામ કરી રહ્યા છે. બંનેની ભાગીદારીના પરિણામે Ray Ban Smart Glasses ના બે વર્ઝન આવ્યા છે. જેની એડ માટે કરવામાં આવેલા શૂટિંગની પડદા પાછળના દ્રશ્યો ઝકરબર્ગે શેર કરીને કંઇક નવુ આવી રહ્યું હોવાની માહિતી આપી હતી.


