- પાકિસ્તાન હવે આતંકીના નિશાને ચડ્યું
- ખૈબર પખ્તુનખ્વામાં પોલીસ પેટ્રોલિંગ પાસે બોમ્બ ધડાકો
- પોલીસે સમગ્ર ઘટનાને પગલે તપાસ હાથ ધરી
પાકિસ્તાન હવે આતંકીના નિશાને ચડ્યું છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શુક્રવારે પોલીસ પેટ્રોલિંગ પાસે બોમ્બ ધડાકો થયો હતો. વિસ્ફોટમાં 5 લોકોના મોત થયા હતા, જ્યારે 21 લોકો ઘાયલ થયા હતા. અજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં બોમ્બથી કર્યો હુમલો
મળતી માહિતી મુજબ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શુક્રવારે પોલીસ પેટ્રોલિંગ પાસે બોમ્બ વિસ્ફોટ થયો હતો.ઘટનામાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા હતા જ્યારે 21 લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. પોલીસ અધિકારી મોહમ્મદ અદનાને ઘટનાને પગલે જણાવ્યું હતું કે વિસ્ફોટ ડેરા ઈસ્માઈલ ખાન શહેરમાં આવેલા પોલીસ પેટ્રોલિંગ પાસે થયો હતો. જોકે, આ વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોમાં પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે કે કેમ તેની પુષ્ટિ થઈ નથી.
ઘટનામાં 5 લોકોના મોત અન્ય 21 ઘાયલ
પાકિસ્તાનમાં હમેશા આતંકી હુમલા અને આતંકી ષડયંત્રના નિશાને હમેશા પાકિસ્તાન બન્યું છે. પાકિસ્તાનમાં આતંકી હુમલાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. આતંકી હુમલામાં સામાન્ય નાગરિકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. પાકિસ્તાની સેના અને પોલીસને પણ આતંકવાદીઓ સતત નિશાન બનાવી રહ્યા છે. પરંતુ પાકિસ્તાન સરકારે આતંકવાદીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. જ્યારે ક્યારેક પાકિસ્તાન સરકાર આતંકવાદીઓને આશ્રય આપતી રહી છે.
હવે આ આતંકવાદીઓ પાકિસ્તાનને પાઠ ભણાવી રહ્યા છે. આતંકવાદીઓને સુરક્ષિત આશ્રય આપવાથી માંડીને પાકિસ્તાન તેમને અન્ય દેશોમાં, ખાસ કરીને ભારતમાં આતંક ફેલાવવા અને હુમલા કરવા માટેના તમામ સાધનો પૂરા પાડી રહ્યું છે. પરંતુ હવે તે પોતે પણ આ આતંકવાદી હુમલાઓનો સામનો કરવા મજબૂર બન્યા છે. તાજેતરના આતંકવાદી હુમલામાં પાકિસ્તાનના ત્રણ સૈનિકો ઘાયલ થયા છે.


