- સુંવાળી પાપડીની ખેતી કરીને આવક મેળવતા ખેડૂતો
- સુંવાળી પાપડીનો પ્રતિકિલો 125થી રૂા. 150નો ભાવ
- ફુલમાથી સુરતી પાપડી સુંવાળી પાપડી ઉત્પન્ન થાય
નર્મદા અને ભરૂચ જિલ્લાના ખેડૂતો અનેક પ્રકારના પાકોની ખેતી કરે છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા અને સાગબારા તાલુકાના અને ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા મોવી વિસ્તારના ખેડૂતો સુરતી પાપડી કે જેને સુંવાળી પાપડી પણ કહે છે. તેની ખેતી કરીને સારી આવક મેળવે છે. આજીવિકા મેળવે છે. ખેડૂતો પોતાના ખેતરમાં સુરતી પાપડી સુંવાળી પાપડીનું બિયારણ ખેતરમાં વાવણી કરે છે. ખાતર, દવા અને મહેનત કરીને ઉછેર છે. પછી એક ફૂટનો છોડ થાય છે. ત્યારે તેના ઉપર દૂધ જેવા રંગના સફેદ ફૂલો આવે છે. જે સુંદર, મનોહર અને નયનરમ્ય લાગે છે. આ ફુલમાથી સુરતી પાપડી સુંવાળી પાપડી ઉત્પન્ન થાય છે. તેના બીજ હોય છે. જે સુરતી પાપડી સુંવાળી પાપડીનું રૂપ ધારણ કરે છે. આ સુરતી પાપડી સુંવાળી પાપડીને ઘરના પરિવારના તોડે છે.
અને એકત્ર કરે છે. દેડિયાપાડા, નિવાલદા અને સાગબારા તાલુકાના ગામડાંઓમાં અને ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા મોવી અને અન્ય વિસ્તારોમાં ગામડાંના ખેડૂતો એકત્રિત કરીને ટેમ્પામાં ભરીને સુરત શહેરમાં લઈ જાય છે. સુરત શાકભાજીના માર્કેટમાં આ સુરતી પાપડી સુંવાળી પાપડીની ભારે માંગ છે. આ પાપડીનો પ્રતિ કિલોનો ભાવ રૂપિયા 125થી રૂપિયા 150ના ભાવે ખરીદી થાય છે. આ રીતે સુરતી પાપડી સુંવાળી પાપડી નું વેચાણ થાય છે. સુરતી લાલાઓ આ સુરતી પાપડી સુંવાળી પાપડી નું ચટાકેદાર ઉંધિયુ બનાવીને ખાય છે. સુરત સહિત સમગ્ર જિલ્લામાં આ સુરતી પાપડી સુંવાળી પાપડીની ભારે માંગ છે. લગ્ન કે શુભ પ્રસંગોમાં આ પાપડીનું ઉંધિયું બનાવીને જમાડે છે. આ પાપડી નું શાક બનાવીને પણ સુરતી લોકો ખાય છે. નર્મદા, ભરૂચ સુરત અને અન્ય જીલ્લાના લોકો પણ આ સુરતી પાપડી સુંવાળી પાપડીનું ઉંધિયું બનાવીને ખાય છે. આ પાપડી નું ઉંધિયું અને શાક સ્વાદિષ્ટ બને છે. બસ આપણે ખાય જ કરીએ એવું મન થાય છે. એટલે સુરતી પાપડી સુંવાળી પાપડીની ભારે માંગ છે. નર્મદા જિલ્લાના વિવિધ માર્ગો ઉપર આ પાપડી વેચીને આદિવાસી ખેડૂતો સારી આવક મેળવે છે. આવક મેળવે છે. સુરતી પાપડી સુંવાળી પાપડી ખેડૂતો માટે આજીવિકાનું સાધન બની ગઈ છે.રોજગારીનું સાધન બની ગઈ છે. ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.
સુરતી પાપડી સુંવાળી પાપડી કેમ કહેવાય છે
સુરત શહેરમાં આ પાપડીની ભારે માંગ છે. સુરત શહેરમાં આ પાપડીનું ઉંધિયું બનાવીને ખાય છે. શાક બનાવીને ખાય છે. આ પાપડીના દાણા અને છોળા પણ ખવાય છે. એટલે તેને સુંવાળી અને સુરતી પાપડી કહેવાય છે. જે ખેડૂતોના ખેતરમાં મબલખ ઉત્પાદન થઈ રહ્યું છે.


